યામી ગૌતમનો મોટો ખુલાસો, કહી દીધું કે...

'બાલા'માં આયુષ્યમાન ખુરાના અને ભુમિ પેડનેકર સાથે યામી જોવા મળશે. આ ફિલ્મમાં તે સુપરમોડલનો રોલ કરી રહી છે. 

યામી ગૌતમનો મોટો ખુલાસો, કહી દીધું કે...

નવી દિલ્હી : અભિનેત્રી યામી ગૌતમનું માનવું છે કે 'ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઇક'માં તેણે ભજવેલા પાત્રને કારણે તેને 'બાલા'માં કામ કરવાની તક મળી છે. યામીનું માનવું છે કે ફિલ્મ નિર્માતાઓની નજરમાં એક એક્ટરની સારી ઇમેજ મજબૂત બનાવવા માટે કેટલીક સારી ફિલ્મો અને મજબુત પાત્રો મહત્વનો રોલ ભજવે છે. 

યાનીએ એક નિવેદનમાં કહ્યું છે કે મારું માનવું છે કે અમે એક્ટર્સ દરેક ફિલ્મ સાથે નવાનવા અનુભવો મેળવીએ છીએ. અમે જે ફિલ્મો કરીએ છીએ એનાથી અમારી ક્ષમતાનો અંદાજ લગાવવામાં આવે છે. અમે શું છીએ અને શું કરવા યોગ્ય છીએ એનો માપદંડ અમે કરેલી ફિલ્મો છે. હું નસીબદાર છું કે મને ચેલેન્જિંગ પાત્ર ભજવવાની  તક મળી છે. 

A post shared by Yami Gautam (@yamigautam) on

યામીએ ઉરીમાં ઇન્ટેલિજન્સ ઓફિસરનો રોલ કર્યો છે અને રોલને કારણે તેને નવી જ ઇમેજ મળી છે. યામીને લાગે છે કે તેના આ રોલની મદદથી જ તેને 'બાલા'માં કામ કરવાની તક મળી છે. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના અને ભુમિ પેડનેકર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં યામી એક સુપરમોડલના રોલમાં જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news