કોણ છે વધુ ધનવાન Sushmita Sen કે Lalit Modi? જાણો કોની પાસે છે કેટલી સંપત્તિ

Lalit Sushmita Net Worth: લલિત મોદી અને સુષ્મિતા સેનની રિલેશનશિપની ચર્ચા આ દિવસોમાં ખુબ ચાલી રહી છે. લલિત મોદીએ કન્ફર્મ કર્યું કે હજુ બંનેએ લગ્ન કર્યા નથી. પરંતુ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. 

કોણ છે વધુ ધનવાન Sushmita Sen કે Lalit Modi? જાણો કોની પાસે છે કેટલી સંપત્તિ

નવી દિલ્હીઃ સુષ્મિતા સેન અને લલિત મોદી છેલ્લા કેટલાક દિવસથી ચર્ચમાં છે. બંનેને અફેરની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સુષ્મિતા સેન સાથે ડેટિંગની શરૂઆત ખુદ લલિત મોદીએ કરી હતી. તેણે ખુદ લોકોને જાણકારી આપી કે તે સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યો છે. ટ્રોલર્સ સુષ્મિતા સેનને ગોલ્ડ ડિગરના નામથી ઘણા મીમ્સ બનાવી રહ્યાં છે. હવે લોકો આ અનોખી રિલેશનશિપ વિશે અલગ-અલગ વાતો કરી રહ્યાં છે. આ વચ્ચે જો તમે જાણવા ઈચ્છો કે બંનેમાંથી કોણ વધુ ધનવાન છે, તો તમારે આ સમાચાર વાંચવા પડશે. 

આલીશાન બંગલામાં રહે છે લલિત મોદી
લલિત મોદીના પરિવારનો મોટો બિઝનેસ છે. તેમ પણ કહી શકાય કે લલિત મોદીનું સામ્રાજ્ય છે. જેમાં દારૂ, સિગારેટ અને પાન મસાલાની ફેમસ બ્રાન્ડ અને રિટેલ સ્ટોર, રેસ્ટોરન્ટ ચેન અને ટ્રાવેલ કંપનીઓ સામેલ છે. લંડનમાં તે એક બંગલામાં રહે છે જે 7000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. લલિતના બંગલામાં 8 બેડરૂમ છે અને તે માટે લલિત 20 લાખ રૂપિયા મહિને ભાડું આપે છે. લલિતની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે લગભગ 12 હજાર કરોડ રૂપિયા છે. જેમાં લગભગ 4500 કરોડની તેની સંપત્તિ છે. 

સુષ્મિતાની પ્રોપર્ટી
મીડિયા રિપોર્ટ પ્રમાણે સુષ્મિતા સેનની વાર્ષિક આવક લગભગ 9 કરોડ રૂપિયા છે અને તે દર મહિને 60 લાખની કમાણી કરે છે. પ્રાપ્ત જાણકારી અનુસાર સુષ્મિતા સેન પાસે આસરે 100 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેની પાસે મુંબઈમાં એક આલિશાન બંગલો પણ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અભિનેત્રી પાસે બીએમડબ્લ્યૂ 7 સિરીઝ 730 એલડી છે, જેની કિંમત આશરે 1.42 કરોડ આસપાસ છે. અભિનેત્રી સુષ્મિતા સેન એક ફિલ્મની આશરે 3થી 4 કરોડ રૂપિયા ફી વસૂલ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news