Deepika Padukone Oscars 2023: LA જવા રવાના થઈ દીપિકા પાદુકોણ, જાણો ક્યારે અને કેવી રીતે જોશો ઑસ્કર એવૉર્ડસ

Deepika Padukone Oscars 2023: બોલિવૂડની જાન દીપિકા પાદુકોણ ઓસ્કાર 2023 માટે અમેરિકા જવા રવાના થઈ ગઈ છે. રણવીર સિંહ પોતે પત્નીને મુંબઈ એરપોર્ટ પર ડ્રોપ કરવા આવ્યો હતો. આ દરમિયાન દીપિકાનો બોસી લુક ખુબ વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જણાવીએ કે ભારતમા ઓસ્કાર 2023 ક્યારે અને કેવી રીતે જોવો.. 
 

Deepika Padukone Oscars 2023: LA જવા રવાના થઈ દીપિકા પાદુકોણ, જાણો ક્યારે અને કેવી રીતે જોશો ઑસ્કર એવૉર્ડસ

Deepika Padukone Oscars 2023: ઓસ્કાર 2023 માટે હવે ગણતરીના દિવસો જ બાકી છે તે 13 માર્ચ 2023ના રોજ યોજાનાર છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ શો ઇન્ડિયા માટે પણ આ વર્ષ ખૂબ જ ખાસ છે. 95માં ઓસ્કરમાં દીપિકા પાદુકોણને મોટી જવાબદારી મળી છે, તે પ્રસ્તુતકર્તાની ભૂમિકા નિભાવવા જઈ રહી છે. અને તે ઓસ્કાર 2023 માટે અમેરિકા જવા રવાના થઈ ગઈ છે તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. એક્ટ્રેસને જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા. તમને જણાવી દઈએ કે ઓસ્કાર 2023ની રેસમાં એસએસ રાજામૌલીની RRR પણ સામેલ છે.

દીપિકા પાદુકોણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેનો બોસી લુક જોવા મળ્યો હતો. ખાસ વાત એ હતી કે પતિ રણવીર સિંહ પોતે દીપિકાને એરપોર્ટ પર ડ્રોપ કરવા આવ્યો હતો. રણવીરને જોઈને ચાહકો કહેવા લાગ્યા કે તે બેસ્ટ હસબંડ છે જે દરેક સમયે તેની પત્નીની સાથે રહે છે. જોકે, રણવીર કારમાંથી બહાર આવ્યો નહોતો. પરંતુ પાપારાઝીએ તેને કારમાં જોયો. આ દરમિયાન દીપિકા પાદુકોણે પાપારાઝી માટે પોઝ આપ્યો અને સ્માઈલ સાથે ઓસ્કાર માટે રવાના થઈ હતી.

No description available.

શા માટે ઓસ્કાર 2023 ભારત માટે ખાસ છે?
આ વખતે ઓસ્કાર ત્રણ કારણોસર ખૂબ જ ખાસ બની રહ્યો છે. સૌપ્રથમ, RRRના ગીત નાતુ નાતુને નોમિનેશન મળ્યું છે.નાતુ નાતુ ભૂતકાળમાં પણ ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીતી ચૂક્યુ છે. બીજું કારણ એ છે કે ફીચર ફિલ્મ કેટેગરીમાં પણ બે ફિલ્મો નોમિનેટ થઈ છે. ત્રીજું અને સૌથી મહત્ત્વનું કારણ એ છે કે દીપિકા પાદુકોણ ઓસ્કાર નાઈટની પ્રસ્તુતકર્તા તરીકે જોવા મળશે.

ઓસ્કાર 2023ની તારીખ, ક્યારે અને કેવી રીતે જોવું?
How To Watch the 2023 Oscars: યુએસ સમય અનુસાર, ઓસ્કર 12 માર્ચ, 2023ના રોજ આઠ વાગ્યે પ્રકાશિત થશે, પરંતુ ભારતના સમય અનુસાર, તમે આ એવોર્ડ 13 માર્ચે સવારે 5 વાગ્યે જોઈ શકશો. ઓસ્કાર રેડ કાર્પેટ પ્રેસ શો સાંજે 6.30 વાગ્યે શરૂ થશે.  Oscars.org તેમજ YouTube TV અને Disney Plus Hotstar પર દર્શકો સરળતાથી ઓસ્કાર જોઈ શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news