સ્ટેજ પર પહોંચી નેહા કક્કડ, કન્ટેસ્ટેન્ટ ભેટીને બળજબરી પૂર્વક કરી Kiss

રિયાલિટી શો ઇન્ડિયન આઇડલની 11મી સિઝનનો હાલ ઓડિશન રાઉન્ડ ચાલી રહ્યો છે. આ રાઉન્ડના એક એપિસોડમાં એક કન્ટેસ્ટેન્ટે શોની જજ બોલીવુડની પોપ્યૂલર સિંગર નેહા કક્ડને જબરજસ્તી કિસ કરી લીધી હતી

સ્ટેજ પર પહોંચી નેહા કક્કડ, કન્ટેસ્ટેન્ટ ભેટીને બળજબરી પૂર્વક કરી Kiss

નવી દિલ્હી: રિયાલિટી શો ઇન્ડિયન આઇડલની 11મી સિઝનનો હાલ ઓડિશન રાઉન્ડ ચાલી રહ્યો છે. આ રાઉન્ડના એક એપિસોડમાં એક કન્ટેસ્ટેન્ટે શોની જજ બોલીવુડની પોપ્યૂલર સિંગર નેહા કક્ડને જબરજસ્તી કિસ કરી લીધી હતી અને તે જોઇને તમામ લોકો આશ્ચર્ય પામ્યા હતા. આ ઘટના બાદ નેહા થોડી ગભરાઇ ગઇ હતી. ઇન્ડિયન આઇડલના આ એપિસોડનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. એક તરફ જ્યાં ઇન્ટરનેટ યુઝર્સ આ વાતથી નારાજ છે. તો બીજી તરફ શોના બીજા જજ પોપ્યૂલર મ્યૂઝિક ડાયરેક્ટર વિશાલ દદલાણીએ પણ આ મામલે ટ્વિટ કર્યું હતું.

વાસ્તવિકમાં વિશાલના એક ચાહકે ટ્વિટ કરી પુછ્યું, સર તે છોકરાને લાફો માર્યો કે નહીં. તેની હિંમત કેવી રીતે થઇ. હું આશા કરું છું કે તેને સરળતાથી છોડવામાં આવ્યો નહીં હોય. આ ટ્વિટ પર વિશાલે રિપ્લાય આપતા લખ્યું કે, મેં કહ્યું હતું કે, પોલીસને બોલાવીએ પરંતુ નેહાએ નક્કી કર્યું હતું કે, તે તેને પોલીસને સોંપશે નહીં. તેને ખરેખરમાં મનોવૈત્રાનિકની મદદની જરૂરિયાત છે. જો આપણે કંઇક કરી શકીએ તો આપણે પ્રત્યન કરીએ કે તેને ટૂંક સમયમાં સારવાર મળી રહે.

તમને જણાવી દઇએ કે, આ વીડિયોને સોની ટીવીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક કન્ટેસ્ટેન્ટ ભેટ લઇને ઓડિશનમાં પહોંચે છે અને સ્ટેજ પર નેહા કક્કડને ભેટ આપે છે. ભેટ આપ્યા બાદ તે નેહા કક્કડને જબરજસ્તી ભેટી પડે છે અને તના ગાલ પર કિસ કરવા લાગે છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news