સરકારની ચેતાવણી બાદ અફવાઓ પર પ્રતિબંધ લગાવવા માટે WhatsAppએ આપી સ્પષ્ટતા
વોટ્સઅપે ઇલેક્ટ્રોનિક્સ તથા માહિતી ટેકનોલોજી મંત્રાલયને પત્ર લખીને કહ્યું કે તે દિલને હચમચાવી દેનાર હિંસક કૃત્યોથી આતંકિત છે. વોટ્સઅપે ઉત્તેજક સામગ્રીના સંચાર વિશે વારંવાર તેના મંચનો દુરઉપયોગ કરવાને લઇને ભારત સરકારની ચિંતાને સંજ્ઞાનમાં લેતાં આ વાત કહી છે.
Trending Photos
નવી દિલ્હી: ફેસબુકના સ્વામિત્વવાળી કંપની વોટ્સઅપે ઇલેક્ટ્રોનિક્સ તથા માહિતી ટેકનોલોજી મંત્રાલયને પત્ર લખીને કહ્યું કે તે દિલને હચમચાવી દેનાર હિંસક કૃત્યોથી આતંકિત છે. વોટ્સઅપે ઉત્તેજક સામગ્રીના સંચાર વિશે વારંવાર તેના મંચનો દુરઉપયોગ કરવાને લઇને ભારત સરકારની ચિંતાને સંજ્ઞાનમાં લેતાં આ વાત કહી છે.
આઇટી મંત્રાલયે મંગળવારે વોટ્સઅપને ત્વરિત કાર્યવાહી કરતાં આ સુનિશ્વિત કરવા માટે કહ્યું હતું કે મંચનો ઉપયોગ અનિચ્છનીય કાર્યો માટે ન કરવામાં આવે. મંત્રાલયે અફવાથી ભરેલા ગેર-જવાબદાર ઉત્તેજક સંદેશોને મોબાઇલ મારફતે પ્રસારનું કારણ નિર્દોષ લોકોની મારઝૂડ કરી હત્યા કરવાના મામલે કંપનીને કાર્યવાહી કરવા માટે કહ્યું છે.
વોટ્સઅપે ઇલેક્ટ્રોનિક્સ તથા માહિતી ટેક્નોલોજી મંત્રાલય દ્વારા બે જુલાઇના રોજ લખવામાં આવેલા પત્રના જવાબમાં કહ્યું 'ભારત સરકારની માફક અમે પણ આ ભીષણ હિંસક કૃત્યોને લઇને આતંકિત છે અને તમે જે મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવ્યા, તેના પર ત્વરિત પ્રતિક્રિયા કરવા ઇચ્છે છે. દરેકનું માનવું છે કે આ એવો પડકાર જેમાં સરકાર, સિવિલ સોસાયટી અને ટેકનોલોજી કંપનીઓને મળીને કામ કરવાની જરૂરિયાત છે.''
વોટ્સઅપે ભારતમાં 20 કરોડથી વધુ માસિક સક્રિય ઉપયોગકર્તા છે. કંપનીએ ઘણા ઉપાય કર્યા છે અને ખોટી સૂચનાઓના પ્રસાર અને મંચનો દુરઉપયોગ રોકવા માટે તેમને પહેલાં જ કાર્યવાહી કરી છે.
ભારતીય વિશેષજ્ઞોથી માંગી મદદ
વોટ્સઅપે કહ્યું કે તે તેના આધાર પર શોધ કરાવશે કે ભારતમાં તેમના મંચ પર અફવાઓ આગની માફક ઝડપથી ફેલાઇ રહી છે. ઉપયોગકર્તાની સુરક્ષા સમસ્યાઓની પોતાની સમજણને સારી બનાવવા પર વોટ્સઅપે કહ્યું કે તે ભારતમાં વોટ્સઅપ પર ખોટી જાણકારી સાથે સંબંધિતની શોધમાં દિલચસ્પી રાખનાર શોધકર્તા માટે ઘણા પ્રકારના પુરસ્કાર શરૂ કરી રહ્યા છે.
વોટ્સઅપના પ્રવક્તાએ કહ્યું, ''વોટ્સઅપ પોતાના ઉપયોગકર્તાની સુરક્ષાને લઇને ગંભીર ચિંતા કરે છે. અમે ખોટી જાણકારી ફેલાવવા માટે ઓનલાઇન મંચ પર ઉપયોગ કરવાની રીતે વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરવા માટે અગ્રણી વિશેષજ્ઞોની સાથે કામ કરવા તરફ અગ્રેસર છે.''
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે