ફિલ્મમાં જે કપડાં પાછળ થાય છે લાખોનો ખર્ચ તે કપડાનું શૂટિંગ પછી શું થાય છે તે જાણીને લાગશે આંચકો

Expensive Outfits of Actors: બિગ બજેટ ફિલ્મોમાં ફિલ્મના સેટ, એક્શન સીકવન્સ, ફિલ્મના લોકેશન અને કલાકારોના કપડા ઉપર લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. અન્ય તમામ વસ્તુ કરતાં હીરો અને હિરોઈન ના કપડા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. કેટલીક ફિલ્મોમાં તો કલાકારો લાખો રૂપિયાના ડિઝાઇનર આઉટ ફીટ પહેરે છે.

ફિલ્મમાં જે કપડાં પાછળ થાય છે લાખોનો ખર્ચ તે કપડાનું શૂટિંગ પછી શું થાય છે તે જાણીને લાગશે આંચકો

Expensive Outfits of Actors: સમયની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ઘણી બદલી ગઈ છે. પહેલાના સમયમાં એક નિશ્ચિત બજેટમાં ફિલ્મ બનતી હતી અને રિલીઝ પણ થઈ જતી. પરંતુ હવે એક ફિલ્મ બનતા કરોડો રૂપિયાનો ખર્ચ થઈ જાય છે. કેટલીક ફિલ્મો તો 300-400 કરોડના ખર્ચે બને છે. આવી બિગ બજેટ ફિલ્મોમાં ફિલ્મના સેટ, એક્શન સીકવન્સ, ફિલ્મના લોકેશન અને કલાકારોના કપડા ઉપર લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. અન્ય તમામ વસ્તુ કરતાં હીરો અને હિરોઈન ના કપડા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. કેટલીક ફિલ્મોમાં તો કલાકારો લાખો રૂપિયાના ડિઝાઇનર આઉટ ફીટ પહેરે છે. તેવામાં પ્રશ્ન એ પણ થાય કે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા આ આઉટ ફીટ ફિલ્મ પછી ક્યાં જાય છે અને તેનું શું કરવામાં આવે છે. 

આ પણ વાંચો:

રિપોર્ટ્સ અનુસાર જે કપડા અભિનેત્રીઓ અને અભિનેતા ફિલ્મોમાં પહેરે છે તેને ફિલ્મ પુરી થાય પછી વહેંચી દેવામાં આવે છે. જેમકે ફિલ્મ દેવદાસમાં માધુરી દીક્ષિત એ ગ્રીન રંગનો લહેંગો પહેર્યો હતો. શૂટિંગ પૂરું થયા પછી આ કપડાં ત્રણ કરોડ રૂપિયામાં વેચાયા હતા. આ ઉપરાંત મુજસે શાદી કરોગી ફિલ્મમાં સલમાન ખાને જે સફેદ રંગના ટુવાલનો ઉપયોગ કર્યો હતો તે 45 હજારમાં વેચાયો હતો.  

 

એશ્વર્યા રાય બચ્ચનના ફેમસ આઈટમ સોંગ કજરારેમાં તેણે જે કપડા પહેર્યા હતા તે કપડાં ફિલ્મ બેન્ડબાજા બારાતની એક બેકગ્રાઉન્ડ ડાન્સરે પહેર્યા હતા. એટલે કે કપડાં વેચવા ઉપરાંત ઘણી ફિલ્મોમાં પ્રોડક્શન હાઉસ મિક્સ કરીને કપડાનો ઉપયોગ કરતા હોય છે. 

 

કેટલીક વખત ફિલ્મની શૂટિંગ માટે કપડાને ઓર્ડર પર લેવામાં આવે છે અને શૂટિંગ પૂરું થાય પછી તેને પરત કરી દેવામાં આવે છે. મોટાભાગે ટીવી સિરિયલ્સમાં આવું કરવામાં આવે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news