ફરી એકવાર 'Kaun Banega Crorepati' વિવાદોમાં ઘેરાયું, શો અંગે વિવેક અગ્નિહોત્રી કહી આ વાત

ટેલીવિઝનનો પ્રખ્યાત શો 'કોન બનેગા કરોડપતિ' (Kaun Banega Crorepati) લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. આ શો દરમિયાન પૂછવામાં આવતા સવાલોને લઇને ઘણા લોકો વાંધા ઉઠાવી રહ્યાં છે

ફરી એકવાર 'Kaun Banega Crorepati' વિવાદોમાં ઘેરાયું, શો અંગે વિવેક અગ્નિહોત્રી કહી આ વાત

નવી દિલ્હી: ટેલીવિઝનનો પ્રખ્યાત શો 'કોન બનેગા કરોડપતિ' (Kaun Banega Crorepati) લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. આ શો દરમિયાન પૂછવામાં આવતા સવાલોને લઇને ઘણા લોકો વાંધા ઉઠાવી રહ્યાં છે. ફરી એકવાર આ શો વિવાદોમાં ઘેરાયો છે. તેનું કારણ છે શોના એક એપિસોડમાં પૂછવામાં આવેલો એક સવાલ.

સવાલ બન્યો ચર્ચાનો વિષય
શો દરમિયાન અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ એક સવાલ પૂછ્યો હતો. તે સવાલને લઇને લોકો વાંધો ઉઠાવી રહ્યાં છે. સોશિયલ મીડિયાથી લઇને દરેક જગ્યા પર તેની ચર્ચા થઈ રહી છે. હાલમાં જ એક 'મનુ સ્મૃતિ'ને લઇને એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેને લઇને ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, શો પર કમ્યુનિસ્ટોનો કબજો થઈ ગયો છે.

ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri)એ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શરે કર્યો છે. આ વીડિયોમાં 'કેબીસી 12'ના ક સવાલની ક્લિપ શેર કરી છે. તેમાં અમિતાભ બચ્ચન એક કંન્ટેસ્ટેન્ટને સવાલ પૂછતા જોવા મળી રહ્યાં છે. તમે પણ જુઓ આ વીડિયો...

— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 31, 2020

સવાલ: 25 ડિસેમ્બર 1927 ના ડો. બી. આર. આંબેડકર અને તેમના અનુયાયિઓએ કયા ધર્મગ્રંથની નકલો સળગાવી હતી? તેના માટે ચાર વિકલ્પ આપવામાં આવ્યા.
A) વિષ્ણુ પુરાણ
B) ભાગવત ગીતા
C) ઋગ્વેદ
D) મનુ સ્મૃતિ

કન્ટેસ્ટેન્ટે મનુ સ્મૃતિનો વિકલ્પ પસંદ કર્યો, જે સાચો જવાબ છે. વિવેકે આ વીડિયોની સાથે તેની પ્રતિક્રિયા વ્યક્ત કરતા લખ્યું છે, કેબીસીને કોમ્યુનિસ્ટોએ હાઇજેક કરી લીધી છે. માસૂમ બાળકો શીખે કે કલ્ચરલ વોર કઈ રીતે જીતવી છે. આને કોડિંગ કહેવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news