વિરાટ કોહલી અને અનુષ્કા ફિલ્મ જોવા રાત્રે પહોંચ્યા થિયેટરમાં, શેર કર્યો PHOTO

બાંગ્લાદેશ શ્રેણી(Bangladesh Series) પુરી થયા પછી વિરાટ કોહલી(Virat Kohli) પત્ની અનુષ્કા(Anushka) સાથે કિંમતી સમય(Valuable Time) પસાર કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ બંને ભુટાન(Bhutan) ફરવા ગયા હતા અને અહીં પણ સોશિયલ મીડિયા(Social Media) પર ફોટા શેર કરીને ચર્ચામાં આવ્યા હતા.

વિરાટ કોહલી અને અનુષ્કા ફિલ્મ જોવા રાત્રે પહોંચ્યા થિયેટરમાં, શેર કર્યો PHOTO

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના(Indian Cricket Team) કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) અને અનુષ્કા શર્મા(Anushka Sharma) સોશિયલ મીડિયામાં(Social Media) અવાર-નવાર તસવીર શેર કરતા રહે છે. તાજેતરમાં જ તેમણે એક ફોટો(Photo) શેર કર્યો છે, જેમાં આ સ્ટાર યુગલ થિયેટરમાં ફિલ્મ જોઈ રહ્યું છે. વિરાટે આ ફોટો શેર કરતા લખ્યું છે કે, ગઈ રાત, આ હોટી સાથે ફિલ્મ. અનુષ્કાએ પણ બંનેનો ફિલ્મ જોતો ફોટો શેર કર્યો છે. 

બાંગ્લાદેશ શ્રેણી(Bangladesh Series) પુરી થયા પછી વિરાટ કોહલી(Virat Kohli) પત્ની અનુષ્કા(Anushka) સાથે કિંમતી સમય(Valuable Time) પસાર કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ બંને ભુટાન(Bhutan) ફરવા ગયા હતા અને અહીં પણ સોશિયલ મીડિયા(Social Media) પર ફોટા શેર કરીને ચર્ચામાં આવ્યા હતા. ભુટાનનો ફોટો શેર કરતા વિરાટો લખ્યું હતું કે, 'જીવનના સફરમાં સાથે ચાલી રહ્યા છીએ. અમારા પ્રેમ સિવાય અમારી પાસે બીજું કશું જ નથી.' 

બંને આવતા મહિને 11 તારીખે લગ્નની એનિવર્સરી(Anniversary) મનાવાના છે. આ દરમિયાન વિરાટ કોહલી 6 ડિસેમ્બરથી વેસ્ટ ઈન્ડીઝ (West Indies) સામેની શ્રેણીમાં વ્યસ્ત થઈ જશે. 

Nityanand Swami case : ડીપીએસનો વિવાદ પહોંચ્યો ગાંધીનગર- જુઓ વીડિયો....

A post shared by Virat Kohli (@virat.kohli) on

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી(Virat Kohli) અને અનુષ્કા શર્માની મુલાકાત એક જાહેરાતના શુટિંગમાં થઈ હતી. બંનેએ સાથે કામ કર્યું અને એક-બીજાના પ્રેમમાં પડી ગયા હતા. આ દરમિયાન એક સમયે એવો આવ્યો જ્યારે બંને વચ્ચેના સંબંધોમાં થોડી કડવાશ આવી ગઈ હતી. જોકે, સલમાન ખાને બંને વચ્ચે સમાધાન કરાવ્યું અને ત્યાર પછી બંનેએ 2017માં ઈટાલીમાં લગ્ન કરી લીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news