Viral Video : પાકિસ્તાની મહિલાએ પ્રિયંકાને કહી પાખંડી, પછી મળ્યો જડબાતોડ જવાબ

લોસ એન્જલસમાં થયેલી એક ઇવેન્ટનો વીડિયો વાઇરલ બન્યો છે

Viral Video : પાકિસ્તાની મહિલાએ પ્રિયંકાને કહી પાખંડી, પછી મળ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી : એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા વિદેશમાં બહુ લોકપ્રિય છે. તે ગ્લોબલ આઇકન બનીને દેશનું નામ રોશન કરી રહી છે. જોકે હાલમાં લોસ એન્જલસની એક ઇવેન્ટ દરમિયાન પાકિસ્તાની મહિલાએ પ્રિયંકાને પાખંડી ગણાવી હતી. જોકે આ કમેન્ટનો પ્રિયંકાએ જડબાતોડ જવાબ આપ્યો કે હોલ સીટી અને તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો. 

— Kadi (@ItsnotKadi) August 10, 2019

લોસ એન્જલસમાં યોજાયેલી બ્યુટી આઇકન ઇવેન્ટ દરમિયાન એક પાકિસ્તાની મહિલાએ પ્રિયંકાને સવાલ કર્યો હતો કે તમે યુએન ગુડવિલ બ્રાન્ડ એમ્બેસેડર છો અને તમે તમારા ટ્વિટર હેન્ડલ પર ઇન્ડિયન આર્મીને સપોર્ટ કરીને પાકિસ્તાનમાં ન્યુક્લિયર હુમલાને પ્રોત્સાહન આપી રહ્યા છો. તમારો આની સાથે કોઈ સંબંધ નથી. તમે આવું કરીને પાખંડી સાબિત થઈ રહ્યા છો. 

પ્રિયંકાએ આ સમગ્ર સવાલ સાંભળીને જવાબ આપ્યો કે મારા ઘણા ચાહકો છે અને પાકિસ્તાનમાં પણ મારા અનેક ચાહકો છે. તેમનો હું આભાર માનું છું. હું ભારતની છું. લડાઈ કોઈ સમસ્યાનો ઉકેલ નથી પણ હું પણ એક દેશભક્ત છું. જો કોઈને મારી વાતથી દુખ પહોંચ્યું હોય તો હું માફી માગું છું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news