Video : નાઇટક્લબમાં પ્રિયંકા અને નિક આવી ગયા એકદમ 'નજીક' અને પછી...

પ્રિયંકા અને નિકની સગાઈ  થઈ ગઈ છે અને બંને નવેમ્બરમાં લગ્ન કરી લેવાના છે

Video : નાઇટક્લબમાં પ્રિયંકા અને નિક આવી ગયા એકદમ 'નજીક' અને પછી...

નવી દિલ્હી :  હાલમાં પ્રિયંકા ચોપડા ફિલ્મ કરતા અફેરને કારણે વધારે ચર્ચામાં છે. હાલમાં પ્રિયંકા અને નિકનો હોંગકોંગનો વીડિયો વાઇરલ થયો છે. જઆ વીડિયોમાં તેઓ એકબીજાની અત્યંત નજીક દેખાઈ રહ્યા છે. જોઈ લો આ વાઇરલ વીડિયો...

— Priyanka Malaysia FC (@Priyanka0nline) August 5, 2018

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ વચ્ચે વધી રહેલી નિકટતાના કારણે બંને ઘણા સમયથી ચર્ચામાં છે. પ્રિયંકાએ માન્યું છે કે તે લગ્ન કરવા ઈચ્છે છે, પરંતુ સમય આવવા પર. જ્યાં સુધી નિકની વાત છે તો તે પ્રિયંકાની સુંદરતા સાથે તેના ઈન્ટેલિજેન્સ પર ફિદા છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર નિકએ કહ્યું કે પ્રિયંકા તરફ કોઈપણ સરળતાથી આકર્ષિત થઈ શકે છે. આ વાતની પણ ચર્ચા છે કે જલ્દી જ બંને મ્યૂઝિક આલ્બમમાં સાથે જોવા મળી શકે છે. તેમાં નિક સાથે પ્રિયંકા પણ અવાજ આપી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news