Video : અભિષેક-એશની આરાધ્યા તો ભારે નખરાળી, ખડખડાટ હસાવી દીધા ફોટોગ્રાફર્સને

9 માર્ચે મુકેશ અંબાણીનો મોટો દીકરો આકાશ રસેલ મહેતાની દીકરી શ્લોકા સાથે લગ્નગ્રંથિથી જોડાયો

Video : અભિષેક-એશની આરાધ્યા તો ભારે નખરાળી, ખડખડાટ હસાવી દીધા ફોટોગ્રાફર્સને

મુંબઈ : 9 માર્ચના દિવસે દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા હતા. 10 માર્ચે આકાશ-શ્લોકાની રિસેપ્શન પાર્ટી યોજાઈ. લગ્ન અને રિસેપ્શનમાં બોલિવૂડ એક્ટર્સનો જમાવડો થયો. આ સ્ટાર્સમાં બચ્ચન પરિવારે હાજરી આપી હતી. આ બધામાં આકર્ષણનું કેંદ્ર બની અભિષેક અને ઐશ્વર્યાની દીકરી આરાધ્યા. રિસેપ્શનમાં આવેલી આરાધ્યા બચ્ચને પહેલીવાર ફોટોગ્રાફર્સને ફની પોઝ આપ્યા સાથે જ કહ્યું કે, હવે બસ કરો. આરાધ્યાની આ સ્ટાઇલ જોઈને ફોટોગ્રાફર્સ પણ હસી પડ્યા હતા. 

— αmírαh ♥ (@kajrare_) 10 March 2019

આ રિસેપ્શનમાં અમિતાભ, જયા અને શ્વેતા સાથે પહોંચ્યા હતા. આ સિવાય અભિષેક પત્ની ઐશ્વર્યા અને આરાધ્યા સાથે આવ્યો હતો. લગ્નમાં આરાધ્યાએ મીડિયાને જોતાં જ ફની પોઝ આપ્યા. ફોટોગ્રાફર્સે આરાધ્યા અને સ્ટાર કપલને લેફ્ટ-રાઈટ અને સેન્ટરમાં જોવાનું કહ્યું ત્યારે આરાધ્યા નખરાં કરતી જોવા મળી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Baby Aaradhya is confused where to look😋 so cute ☺️@bachchan and @aishwaryaraibachchan_arb at Akash Ambani and Shloka Ambani reception today 💖 . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . _________________________________ • All credits to the photographer/ owner • • Follow: @mysharepost 👈 . .#aishwaryaraiforever #aishwaryafans #aish #aishwarya #aishwarya_rai #bachchan #aaradhyabachchan #bollywoodstyle #bollywoodfashion #bollywoodactress #actresses #bollywood #latestbollywood #amitabhbachchan #jayabachchan #australia #saudiarabia #dubai #saraalikhan #janhvikapoor #ambaniwedding #akashambani #shlokamehta #kartikaaryan #delhi_igers #mukeshambani #nitaambani #ishaambani #akustoletheshlo #shlokaambani _________________________________

A post shared by Big Bollywood (@bigbollywoodpage) on

Box Office પર 'બદલા' બની હીરો, પહેલા વિકેન્ડમાં ધમાકેદાર કમાણી 

રિસેપ્શનમાં ફોટોગ્રાફર્સ પોઝ આપવાનું કહેતા હતા પણ આરાધ્યા તો પોતાની જ મસ્તીમાં મસ્ત હતી. ફોટોગ્રાફર્સને પોઝ આપતાં આપતાં આરાધ્યા થાકી ગઈ ત્યારે જતાં-જતાં કહ્યું, ‘બસ બસ.’ આ સાંભળીને ઐશ્વર્યા-અભિષેકની સાથે ત્યાં હાજર ફોટોગ્રાફર્સ પણ હસી પડ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news