ક્લિક થઈ તસવીર અને જાહેર થઈ ગયું પ્રિયંકાના જીવનનું મોટું સિક્રેટ !

હાલમાં પ્રિયંકા અને બોયફ્રેન્ડ નિક અનેકવાર જાહેરમાં એકબીજાની કંપનીની મજા માણતા જોવા મળ્યા છે

ક્લિક થઈ તસવીર અને જાહેર થઈ ગયું પ્રિયંકાના જીવનનું મોટું સિક્રેટ !

નવી દિલ્હી : બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા હાલમાં પોતાના કથિત બોયફ્રેન્ડ નિક જોનાસ સાથેના સંબંધોને કારણે બહુ ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરા રવિવારે પોતાના બ્રોયફ્રેન્ડ નિક જોનાસ, ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને કઝિન પરિણીતી ચોપરા સાથે ગોવા માટે રવાના થઈ હતી. એવી પણ ચર્ચા છે કે ગોવામાં પ્રિયંકા અને નિક સગાઈ કરી શકે છે. નિક ગુરુવારે પ્રિયંકા સાથે ભારત આવ્યો હતો. આ બાદ બંને પ્રિયંકાની મમ્મી મધુ ચોપરા સાથે ડિનર પર ગયા હતા. હાલમાં નિક અને પ્રિયંકાની એક તસવીર ભારે વાઇરલ થઈ છે. આ તસવીર બંનેના સંબંધોની હકીકતનો મોટો ખુલાસો કરે છે.  

શુક્રવારે પ્રિયંકા અને નિક મુંબઈમાં એકબીજાનો હાથ પકડીને ડિનર ડેટની મજા માણતા જોવામાં આવ્યા. આ સમયે બંનેએ હાથમાં એક સરખી રિંગ પહેરી હતી. તેમના હાથમાં એક જેવી વીંટી જોવા મળી આ પ્રકારની ‘વીંટીને પ્રોમિસિંગ’ રિંગ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે પ્રોમિસિંગ રિંગ બે લોકોની વચ્ચે કમિટમેન્ટને દર્શાવે છે, અને આ જોતા લાગે છે કે રિલેશનશિપને લઈને બન્ને કેટલા ગંભીર છે.

priyanka chopraનિક-પ્રિયંકાના હાથમાં એક જેવી રિંગ જોવા મળ્યા પછી જુલાઈ કે ઓગસ્ટના અંત સુધીમાં બન્ને સગાઈ કરી લે તેવી વાતો સામે આવી રહી છે. આ સિવાય પ્રિયંકા પરિવારજનો અને નિક સાથે ગોવા પણ ગઈ હતી. ગોવામાં પ્રિયંકા અને પરિણીતીએ 'ટીપ ટીપ બરસા પાની' ગીત પર એક વીડિયો પણ બનાવીને ભરપુર મસ્તી કહી છે. તેમણે પોતાનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મુક્યો છે અને જબરદસ્ત વાઇરલ બન્યો છે. 

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

ગોવામાં નિકની સાથે પ્રિયંકાએ પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે સમય પસાર કર્યો જેને લઈને અટકળોનું જોર વધી રહ્યું છે. આ પહેલા પ્રિયંકા પણ નિક જોનસના પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે જોવા મળી હતી, આ સમયે અટકળો લગાવવામાં આવી રહી હતી કે બન્નેના સંબંધો નેક્સ્ટ લેવલ પર પહોંચ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news