પ્રિયંકાની આ તસવીરને કારણે આખી દુનિયા તેને મારી રહી છે ટોણાં કારણ કે....

પ્રિયંકાની ધુમ્રપાન કરતી તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે

પ્રિયંકાની આ તસવીરને કારણે આખી દુનિયા તેને મારી રહી છે ટોણાં કારણ કે....

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પોતાના 37મા જન્મદિવસે 18 જુલાઈના દિવસે પરિવાર અને મિત્રો માટે એક યોટ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ બની છે. જોકે આ તસવીરને કારણે લોકો તેને ટોણાં મારી રહ્યા છે. 

— ᴀʙʜᴀʏ (@abHayKhiladii) July 21, 2019

આ તસવીરમાં પ્રિયંકા સિગારેટ પીતી નજરે ચડે છે અને એટલે લોકો તેના પર અકળાયેલા છે. આ તસવીરમાં પ્રિયંકાની સાથેસાથે તેની માતા મધુ ચોપડા અને પતિ નિક જોનાસ પણ સ્મોકિંગ કરતા નજરે ચડે છે. હકીકતમાં પ્રિયંકાએ દિવાળી વખતે લોકોને ફટાકડા ફોડવાની ના પાડી હતી અને કહ્યું હતું કે એના કારણે થતો ધુમાડો બીમાર લોકોને શ્વાસ લેવામાં બાધા ઉભી કરે છે. જોકે આ શિખામણ પછી પ્રિયંકા પોતાના જોધપુરમાં થયેલા લગ્નમાં ફટાકડા ફોડવા બદલ ટ્રોલ થઈ હતી. 

પ્રિયંકાની આ તસ્વીર આ કારણે પણ ચર્ચામાં છે કે તેણે લગ્ન પહેલા એક વીડિયો શેર કરીને ફેન્સને જણાવ્યું હતું કે તે અસ્થમાથી પીડિત છે. તે વીડિયોમાં પ્રિયંકાએ જણાવ્યું હતુ કે, ‘હું 5 વર્ષની ઉંમરથી જ અસ્થમાથી પીડિત છું, મારી માતાએ આ રોગ સામે લડવામાં મારી ખુબ મદદ કરી છે. પહેલા મને લોકો કહેતા હતા કે દવા વધારે ન લે તેની આદત પડી જશે. મને જાણનારા ઘણા લોકોને જાણ છે કે મને અસ્થમા છે અને મેં છુપાવ્યું પણ નથી. નોંધનીય છે કે પ્રિયંકાના જન્મદિવસે નિકે તેના માટે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં તેમની માતા મધુ ચોપડા, કઝિન પરિણીતી ચોપડા અને તેમના ફ્રેન્ડ્સ પણ હાજર રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news