બિકિનીમાં હોટ લાગી સુપરસ્ટારની દીકરી, પિતાનું નામ જાણીને ઉડી જશે હોંશ

એક્ટરની દીકરીને એક્ટિંગ કરતા મ્યુઝિકમાં કરિયર બનાવવામાં રસ છે. આ કારણે તે મ્યુઝિકમાં ક્રિએટીવ, પ્રોડક્શન અને મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માગે છે. 

બિકિનીમાં હોટ લાગી સુપરસ્ટારની દીકરી, પિતાનું નામ જાણીને ઉડી જશે હોંશ

મુંબઈ : હાલમાં આમિર ખાનની દીકરી પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. ઇરા સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે અને હાલમાં તેણે બિકિનીમાં તસવીરો શેયર કરી છે. પોતાની આ તસવીરોને કારણે ઇરા બધાના આકર્ષણનું કેન્દ્ર બની છે. આમિર ભલે મોટો એક્ટર હોય પણ તેની દીકરીને એક્ટિંગ કરતા મ્યુઝિકમાં કરિયર બનાવવામાં રસ છે. આ કારણે તે મ્યુઝિકમાં ક્રિએટીવ, પ્રોડક્શન અને મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માગે છે. 

ઈરા આમિર ખાનની પહેલી પત્ની રીનાની દીકરી છે. ઈરાની ઉંમર 22 વર્ષ છે અને હાલ તે અભ્યાસ કરી રહી છે. કરણ જોહરના ચેટ શોમાં આમિરને દીકરીના કરિયર અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં તેણે જણાવ્યું હતું, ઈરા ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આવવા માગે છે અને ડિરેક્શનમાં તેની રૂચિ છે. સામાન્ય રીતે ઈરા મીડિયાથી દૂર ભાગે છે પરંતુ આજકાલ તે ચર્ચામાં છે. ઈરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. જેમાં તે એક છોકરા સાથે જોવા મળે છે. 

આ છોકરાનું નામ મિશાલ કૃપલાણી છે. મિશાલ સાથે ઈરા અગાઉ પણ તસવીરો શેર કરી ચૂકી છે અને દરેક તસવીરમાં બંને વચ્ચેનું જોરદાર બોન્ડિંગ જોવા મળે છે. મિશાલ મ્યૂઝિક કંપોઝર અને પ્રોડ્યુસર છે. તેનો મ્યૂઝિક વીડિયો પણ યૂટ્યૂબ પર રિલીઝ થઈ ચૂક્યો છે. મિશાલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ ઘણાં સિંગિંગ અને મ્યૂઝિક વીડિયો પોસ્ટ કર્યા છે. વેલેન્ટાઈન ડે પર ઈરાએ મિશાલના ગીતનો વીડિયો શેર કરીને વિશ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news