નવા પોસ્ટર માટે ઉતાર્યા બધા જ કપડા, વિજયના લૂક્સે ગર્લ્સના મનમાં મચાવી ખલબલી

New Poster Of Vijay Deverakonda's Film: કરણ જોહરની ફિલ્મ લાઈગરથી વિજય દેવેરાકોંડાનું નવું પોસ્ટર આવ્યું છે. આ પોસ્ટર માટે વિજયે તેના બધા જ કપડા ઉતારી દીધા છે અને માત્ર ગુલાબના ફુલથી પોતાને ઢાંકી રહ્યો છે. ફિલ્મથી વિજયના અલગ-અલગ લુક્સ પહેલાથી ચર્ચામાં હતા, પરંતુ આ નવા પોસ્ટરમાં વિજયે જે કર્યું તે એકદમ કલ્પના બહાર છે.

નવા પોસ્ટર માટે ઉતાર્યા બધા જ કપડા, વિજયના લૂક્સે ગર્લ્સના મનમાં મચાવી ખલબલી

New Poster Of Vijay Deverakonda's Film: અર્જૂન રેડ્ડી સ્ટાર વિજય દેવેરાકોંડાની આગામી ફિલ્મ લાઈગર આ વર્ષે સૌથી વધુ રાહ જોવાઈ રહેલી ફિલ્મોમાંથી એક છે. કરણ જોહર, ચાર્મી કોર અને પુરી જગન્નાથના પ્રોડક્શનમાં તૈયાર થઈ રહેલી આ ફિલ્મમાં વિજય એક કિક-બોક્સરના રોલમાં છે. એક સાથે તેલુગુ અને હિન્દીમાં શૂટ થઈ રહેલી આ ફિલ્મ ડબિંગ સાથે તામિલ, મલયાલમ અને કન્નડમાં પણ રીલિઝ થશે.

વિજય દેવેરાકોંડા થયો ન્યૂડ
લાઈગરના આ પોસ્ટર માટે વિજય ન્યૂડ થયો છે અને તેના શરીરને માત્ર થોડા ગુલાબના ફૂલથી ઢાંકી રહ્યા છે. પોસ્ટર પર લાઈગરની ટેગલાઈન લખી છે- 'સાલા ક્રોસબ્રીડ' અને પોસ્ટરમાં વિજયનો લૂક જોઈ તમે પણ વિચારશો કે આ લાઈન એકદમ યોગ્ય છે. પોસ્ટરમાં પોતાની શાનદાર બોડી દેખાડી રહેલા વિજયના હાથમાં ગુલાબના ફૂલ તો છે જ પરંતુ સાથે તેના હાથમાં બોક્સિંગ ગ્લવ્સ પણ છે. એટલે કે પોસ્ટરમાં વિજય એક ફાઇટર અને રોમેન્ટિક હીરોનો એકદમ પાક્કા ક્રોસ જેવો દેખાય છે.

કરણ જોહરે વિજયના આ લૂક પર કરી કોમેન્ટ
લાઈગરના પ્રોડ્યૂસર્સમાંથી એક ફિલ્મમેકર કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર વિજયનું આ પોસ્ટર શેર કર્યું. આ પોસ્ટરમાં જોવા મળતા ગુલાબના ફુલને લઇને રમૂજી કોમેન્ટ કરતા કરણ જોહરે લખ્યું- રોજ રોજ આવી ભેટ મળતી નથી. કરણની પોસ્ટ પર વિજય દેવેરાકોંડાનો આ જબરદસ્ત લૂક્સ જોઈ ફેન્સ કોમેન્ટ બોક્સમાં પ્રેમ લુંટાવી રહ્યા છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

મિક્સ્ડ માર્શલ આર્ટિસ્ટના રોલમાં જોવા મળશે
ગત વર્ષે ડિસેમ્બરમાં લાઈગરનું એક ટીઝર શેર કરવામાં આવ્યું હતું. સ્ટોરીમાં વિજય મુંબઇના સ્લમમાંથી બહાર નીકળેલા એક કિક-બોક્સરનો રોલ નિભાવી રહ્યો છે. જે MMA (મિક્સ્ડ માર્શલ આર્ટ્સ) માં ચેમ્પિયન બને છે. લાઈગરમાં અનન્યા પાંડે વિજય દેવેરાકોંડા સાથે લીડ રોલમાં જોવા મળશે. આ તેની તેલુગુ ડેબ્યૂ પણ હશે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

આ ફિલ્મની બીજી ખાસિયત માઈક ટાયસન પણ છે. બોક્સિંગમાં લિજેન્ડનો દરજ્જો ધરાવતા ટાયસન લાઇગરથી હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. જોકે, તે ફિલ્મમાં એક સ્પેશિયલ અપિયરન્સમાં જ જોવા મળશે. વિજય, અનન્યાની સાથે લાઈગરમાં રોનિત રોય અને રમ્યા કૃષ્ણા પણ જોવા મળશે. આ ફિલ્મ 22 ઓગસ્ટના દેશભરના થિયેટર્સમાં રીલિઝ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news