VIDEO : સલમાનને મળી હતી 'ZERO'ની ઓફર, શાહરૂખને ફોન કરી કહ્યું, 'તુ કર લે'

ફિલ્મ 'ZERO'માં શાહરૂખ ખાનની સાથે બે હીરોઈન અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ છે, શાહરૂખે આ ફિલ્મમાં એક ઠીંગણા વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે જે પોતાના માટે જીવનસાથી શોધતો હોય છે 

VIDEO : સલમાનને મળી હતી 'ZERO'ની ઓફર, શાહરૂખને ફોન કરી કહ્યું, 'તુ કર લે'

નવી દિલ્હીઃ શાહરૂખ ખાનની બહુપ્રતિક્ષીત ફિલ્મ 'ZERO'ના ટ્રેલરે લોન્ચ થવાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. લોકોને શાહરૂખની નવી સ્ટાઈલ ખૂબ જ ગમી રહી છે. જોકે, આ ટ્રેલરના લોન્ચ પ્રસંગે શાહરૂખે એવો ખુલાસો કર્યો હતો કે હાજર સૌ ચકિત રહી ગયા હતા. 

દિગ્દર્શક આનંદ એલ. રાયની આ ફિલ્મમાં 'બઉઆ'ના પાત્ર માટે શાહરૂખ ખાન પ્રથમ પસંદ ન હતો, પરંતુ બીજો ખાન હતો. હા, શાહરૂખ પહેલા આ ફિલ્મ સલમાન ખાનને ઓફર કરવામાં આવી હતી. આ બાબતનો ખુલાસો શાહરૂખ ખાનને ટ્રેલર લોન્ચના પ્રસંગે કર્યો છે.
 
VIDEO : શાહરૂખે કર્યું કંઈક એવું કે કેટરીના અને અનુષ્કાને પણ લાગ્યો Shoke

શાહરૂખ ખાને શુક્રવારે ફિલ્મ 'ZERO'ના ટ્રેલર લોન્ચ પ્રસંગે જણાવ્યું કે, તે પોતાની ફિલ્મ 'ZERO'માં સલમાન ખાન દ્વારા કેમિયો કરવા રાજી થવાથી ઘણો જ ભાવુક થઈ ગયો હતો. શાહરૂખને જ્યારે પુછવામાં આવ્યું કે, સલમાન ફિલ્મ સાથે કેવી રીતે જોડાયો તો તેણે જણાવ્યું કે, "આનંદ (નિર્દેશક આનંદ એલ.રાય)એ સૌથી પહેલા આ ફિલ્મ અંગે કેટરિના કૈફ સાથે વાત કરી હતી અને એ સમયે સલમાને પણ આ પટકથા સાંભળી હતી. 

ત્યાર બાદ સલમાને મને સીધો ફોન કરીને કહ્યું કે, 'મૈંને કહાની સુની હૈ, તુ યે ફિલ્મ કર લે.' સંયોગ એવો હતો કે આખરે મેં આ ફિલ્મ માટે હા પાડી દીધી અને પછી સલમાને કહ્યું કે તે એક ગીત દ્વારા આ ફિલ્મનો ભાગ બનશે. આ અત્યંત સન્માનજનક અને પ્રેમભર્યો નિર્ણય હતો."

શાહરૂખની આગામી ફિલ્મ 'ઝીરો'નું ટ્રેલર મુંબઈમાં વડાલા ખાતે આવેલા IMAXમાં લોન્ચ કરાયું હતું, અહીં કેટરીના કૈફ સિલ્વર રંગના અત્યંત સુંદર ડ્રેસમાં આવી હતી. કેટરિનાએ આ ડ્રેસ ઉપર ઓવરસાઈડ ડેનિમનું જેકેટ પહેર્યું હતું, જે તેના ડ્રેસની સુંદરતાને ઢાંકી રહ્યું હતું. શાહરૂખ લાલ રંગના ચેક્સ શર્ટ અને જીન્સમાં આવ્યો હતો.

shahrukh khan

ઉલ્લેખનીય છે કે શુક્રવારે શાહરૂખ ખાનનો 53મો જન્મદિવસ હતો અને આ પ્રસંગે ફિલ્મ નિર્માતાઓએ તેની આગામી ફિલ્મ 'ZERO'નું ટ્રેલર લોન્ચ કરવાનું નક્કી કર્યું હતું. 21 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news