એક અફવા અને મણિ રત્નમ છવાઈ ગયા ચર્ચામાં કારણ કે...

તેઓ ‘દિલ સે’, ‘બોમ્બે’ ‘ગુરુ’ અને ‘રોજા’ જેવી બ્લોકબસ્ટર હિન્દી ફિલ્મો બનાવી ચુક્યા છે. 

એક અફવા અને મણિ રત્નમ છવાઈ ગયા ચર્ચામાં કારણ કે...

ચેન્નઈ : મણિ રત્નમની ગણતરી દિગ્ગજ ફિલ્મમેકર તરીકે થાય છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મકાર મણિરત્નમને ખરાબ સ્વાસ્થ્યને કારણે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેઓ ‘દિલ સે’, ‘બોમ્બે’ ‘ગુરુ’ અને ‘રોજા’ જેવી બ્લોકબસ્ટર હિન્દી ફિલ્મો બનાવી ચુક્યા છે. જાણવા મળ્યું છે કે, તે છેલ્લા કેટલાક સમયથી હૃદય સંબંધિત બીમારીઓથી ઝઝૂમી રહ્યાં છે. અગાઉ તેમને 2004માં પણ હાર્ટ એટેક આવ્યો હતો. જોકે આ મામલે તેમનું પબ્લિસિટીનું કામ સંભાળતી વ્યક્તિએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ આવ્યા હતા. આ તપાસ પછી તેઓએ રાબેતા મુજબ ઓફિસનું કામ સંભાળી લીધું છે. 

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ‘ધ સાઈટ મીડિયા’ના CEO લોકેશે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી મણિરત્નમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હોવા અંગેની જાણકારી આપી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘મણિરત્નમ છેલ્લા કેટલાક સમયથી હૃદય સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યાં છે. ગત વર્ષે પણ તે કાર્ડિયાક ઈશ્યૂને લીધે હોસ્પિટલમાં ભરતી થયા હતા. તેમને ફિલ્મ ‘યુવા’ના શૂટિંગ વખતે પણ હાર્ટ એટેક આવ્યો હતો. અત્યારે તેમની હેલ્થ અંગે વધુ કોઈ અપડેટ આવી નથી.

મણિ રત્નમે સાઉથ ઉપરાંત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી શાનદાર ફિલ્મો આપી છે. થોડા દિવસ પહેલા આવેલા રિપોર્ટ્સ અનુસાર મણિ હાલ એક પીરિયડ ડ્રામા ફિલ્મ ‘પોન્નિયિન સેલવન’ પર કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ માટે તેમણે ઐશ્વર્યા રાય અને અનુષ્કા શેટ્ટી જેવી હિરોઇનોનો સંપર્ક કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news