આ બે હિરોઇનો હતી એકબીજાની કટ્ટર દુશ્મન પણ હવે સાથે મળીને કરે છે જલસા ! ઓળખી ?

એક નાનકડા કારણથી બંને વચ્ચે થયો ભયંકર ઝઘડો

આ બે હિરોઇનો હતી એકબીજાની કટ્ટર દુશ્મન પણ હવે સાથે મળીને કરે છે જલસા ! ઓળખી ?

મુંબઈ : મલાઇકા અરોરા અને સોનમ કપૂરની દુશ્મની બોલિવૂડમાં કુખ્યાત છે. વર્ષો પહેલાં એક પાર્ટીમાં બંને વચ્ચે જબરદસ્ત ઝઘડો થયો હતો અને ત્યારથી બંને એકબીજાથી અંતર જાણવી રાખે છે. જોકે હાલમાં વાઇરલ થયેલી લેટેસ્ટ તસવીરમાં બંને એકબીજા સાથે રજાની મજા માણતા જોવા મળે છે અને એનું મોટું કારણ છે અર્જુન કપૂર.  

હકીકતમાં મલાઇકા અને અર્જુનનું અફેર ચાલી રહ્યું છે અને બંને બહુ જલ્દી લગ્ન કરી લેવાના હોવાની ચર્ચા છે. લાગે છે કે સોનમ કપૂરે કઝિન અર્જુનની ખુશી માટે ઝઘડાને ભુલીને મલાઇકા સાથે મિત્રતા કરી લીધી છે. હાલમાં મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં મલાઇકા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર અને સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે પહોંચ્યા હતા અને બંનેએ એકબીજા સાથે રજાની ભરપુર મજા માણી હતી. 

મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનું પ્રેમપ્રકરણ દિવસેને દિવસે ગાઢ બની રહ્યું છે. સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે છુટાછેડા લીધા બાદ મલાઈકા અને અર્જુનનું પ્રેમપ્રકરણ પુરબહારમાં ચાલી રહ્યું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ટૂંક સમયમાં જ લગ્ન કરી શકે છે. મલાઈકા અને અર્જુન ક્રિશ્ચિયન રીતિ-રિવાજ સાથે ચર્ચામાં લગ્ન કરશે. તેઓ એપ્રિલ મહિનામાં લગ્ન કરશે જેમાં તેમના નજીકના મિત્રોને આમંત્રણ અપાશે.

અર્જુન અને મલાઇકાની રિલેશનશીપ બોલિવૂડમાં ચર્ચાનો મુદ્દો છે. સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનની ભૂતપૂર્વ પત્ની મલાઇકા અને પ્રોડ્યુસર બોની કપૂરના દીકરા અર્જુનની રિલેશનશીપથી સલમાન બહુ અપસેટ છે. આ કારણોસર સલમાને હાલમાં બોની કપૂરની બે મોટી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી છે. અરબાઝ અને મલાઇકાએ ગયા વર્ષે દાયકા જુના લગ્ન પછી ડિવોર્સ લીધા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news