કરોડોની કમાણી કરનાર 'સંજૂ'ને કારણે સંજય દત્તના ઘરમાં ઘુસી ગયો છે ઝઘડો કારણ કે...

સંજય દત્તના જીવન પર બનેલી આ ફિલ્મ બોક્સઓફિસ પર સારું પર્ફોમન્સ આપી રહી છે

કરોડોની કમાણી કરનાર 'સંજૂ'ને કારણે સંજય દત્તના ઘરમાં ઘુસી ગયો છે ઝઘડો કારણ કે...

મુંબઈ : બોલિવૂડ ડિરેક્ટર રાજકુમાર હિરાની દ્વારા બનાવવામાં આવેલી સંજય દત્તની બાયોપિક 'સંજૂ' લોકોને બહુ પસંદ પડી છે. આ ફિલ્મે રિલીઝ પછી ગણતરીના દિવસોમાં જ કરોડો રૂ.ની કમાણી કરી લીધી છે. મોટાભાગના લોકોને આ ફિલ્મ પસંદ પડી છે પણ અમુક લોકો એવો પણ આરોપ મૂકી રહ્યા છે કે ફિલ્મમેકરે સંજય દત્તની ઇમેજને ઉજળી બનાવવા માટે આ ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં સંજય દત્તના માત્ર ગુણગાન જ ગાવામાં આવ્યા છે અને તેના જીવનના અનેક મહત્વના ઘટનાક્રમો ગુપચાવી દેવામાં આ્વ્યા છે. 

ફિલ્મ ‘સંજૂ’ની નારાજ વ્યક્તિ્ઓમાં સંજયની દીકરી ત્રિશલા દત્તનો પણ સમાવેશ થાય છે. સંજય દત્ત અને તેની પહેલી પત્ની રિચા શર્માની દીકરી ત્રિશલા હંમેશા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની અને પિતા સંજયની તસવીરો શેયર કરે છે. જોકે ‘સંજૂ’ની રિલીઝ પછ તેણે ફિલ્મ મામલે કોઈ પોસ્ટ શેયર નથી કરી. માનવામાં આવે છે કે ત્રિશલા ‘સંજૂ’ના કારણે બહુ અપસેટ છે. હકીકતમાં આ ફિલ્મમાં ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ ત્રિશલા કે પછી તેની માતાનો ઉલ્લેખ સુદ્ધાં નથી કર્યો જેના કારણે ત્રિશલા બહુ અપસેટ છે. ફિલ્મમાં સંજયની ત્રીજી પત્ની માન્યતા અને તેના સંતાનોનો ઉલ્લેખ છે પણ ત્રિશલાની સદંતર અવગણના કરવામાં આવી છે.

A post shared by Trishala Dutt (@trishaladutt) on

A post shared by Trishala Dutt (@trishaladutt) on

A post shared by Trishala Dutt (@trishaladutt) on

ત્રિશલાએ ફિલ્મ ‘સંજૂ’ માટે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. આ કારણે આ ચર્ચાને કોઈ સત્તાવાર સમર્થન નથી. જોકે ધુમાડો જોઈને ક્યાંક આગ લાગી હોવાનું ચોક્કસ કહી શકાય.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news