દેશભક્તિ અને રોમેન્સ સાથે થશે 'જિનિયસ'ની એન્ટ્રી, જુઓ ધમાકેદાર Trailer

'જિનિયસ' 24 ઓગસ્ટના દિવસે રિલીઝ થવાની છે

દેશભક્તિ અને રોમેન્સ સાથે થશે 'જિનિયસ'ની એન્ટ્રી, જુઓ ધમાકેદાર Trailer

મુંબઈ : હિન્દી સિનેમામાં 'ગદર' જેવી બ્લોકબસ્ટર હિટ ફિલ્મ દેનારા ફિલ્મમેકર અનિલ શર્મા લાંબા સમય પછી ફરીએકવાર ફિલ્મ 'જિનિયસ' લઈને આ્યા છે. આ ફિલ્મ તેમના માટે ખાસ છે કારણ કે તેઓ આ ફિલ્મથી દીકરા ઉત્કર્ષ શર્માને બોલિવૂડમાં લોન્ચ કરી રહ્યા છે. આજે આ ફિલ્મનું ટ્રેલર યુ ટ્યૂબ પર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર જોઈને ખબર પડી જાય છે કે આ ફિલ્મમાં લવસ્ટોરીની સાથે દેશભક્તિને પણ વણી લેવામાં આવી છે.

ટ્રેલરની શરૂઆત ઉત્કર્ષ સાથે થાય છે જે એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છે પણ કોલેજમાં સંસ્કૃત અને શુદ્ધ હિંદી જ બોલે છે. આ ફિલ્મથી ઇશિતા ચૌહાણ પણ લોન્ચ થઈ રહી છે. આ ફિલ્મમાં લવસ્ટોરીની સાથેસાથે હિરોને એક મિશનમાં પણ સક્રિય દેખાડવામાં આ્વ્યો છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકી વિલનના ખતરનાક અંદાજમાં જોવા મળે છે.

ઉત્કર્ષ આ પહેલાં 'ગદર'માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે દેખાઈ ચૂક્યો છે. આ ફિલ્મમાં તેણે સની દેઓલના દીકરાની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ સનીએ પોતાના ઓનસ્ક્રીન દીકરાની પહેલી ફિલ્મનું ટ્રેલર પણ ટ્વિટર પર શેયર કર્યું છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સાથે મિથુન ચક્રવર્તી અને આયેશા ઝુલ્કા પણ મહત્વના રોલમાં જોવા મળશે. 'જિનિયસ' 24 ઓગસ્ટના દિવસે રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news