TMKOC ના ચાહકો માટે અત્યંત ખરાબ સમાચાર, હવે આ અભિનેત્રીએ છોડ્યો શો!, કારણ જાણી ચોંકશો

Taarak Mehta Ka Ooltah Chashmah: છેલ્લા 15 વર્ષથી આ શો દર્શકોનો ફેવરિટ શો બનેલો છે. પરંતુ હવે લાગે છે કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા શોને કોઈને નજર લાગી ગઈ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક અભનેત્રીએ શોના મેકર્સ પર અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે.

TMKOC ના ચાહકો માટે અત્યંત ખરાબ સમાચાર, હવે આ અભિનેત્રીએ છોડ્યો શો!, કારણ જાણી ચોંકશો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક અભનેત્રીએ શોના મેકર્સ પર અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શોમાં મિસીસ રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવતી જેનફિરે પોલીસમાં લેખિત ફરિયાદ આપી છે જેમાં તેણે પ્રોજેક્ટ મેનેજર, એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર અને મેકર્સ વિરુદ્ધ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. 

ગંભીર આરોપ
છેલ્લા 15 વર્ષથી આ શો દર્શકોનો ફેવરિટ શો બનેલો છે. પરંતુ હવે લાગે છે કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા શોને કોઈને નજર લાગી ગઈ છે. પહેલા શૈલેષ લોઢા અને હવે જેનિફર મિસ્ત્રી બંસીવાલા. ઈ ટાઈમ્સ સાથે વાતચીતમાં જેનીફરે જણાવ્યું છે કે તેણે માર્ચ 7 બાદથી શો માટે શુટિંગ કર્યું નથી અને તેની પાછળનું કારણ પણ તેણે જણાવ્યું. 

જેનિફરે જણાવ્યું આ કારણ
જેનિફરે જણાવ્યું કે 6 માર્ચના રોજ તેની સાથે કઈક એવું થયું કે તે ભૂલી શકતી નથી. તેણે હ્યું કે માર્ચ 6ના રોજ તેની એનીવર્સરી હતી જે દિવસે આ ઘટના ઘટી. કહ્યું કે મને ઘરે જવા દીધી નહીં અને પ્રોજેક્ટ મેનેજર સાથે મળીને મેકર્સે મારી કાર રોકી અને મને ધમકી આપી. મે કહ્યું કે આટલા વર્ષોથી આ સિરીયલમાં કામ કરું છું તમે મારી સાથે આવું કરી શકો નહીં. ત્યારબાદ તેમણે મને ડરાવી અને ધમકાવી. મે ત્રણ લોકો વિરુદ્ધ શારીરિક શોષણનો કેસ દાખલ કર્યો છે. 

'मिसेज सोढ़ी' जेनिफर मिस्त्री ने 15 साल बाद छोड़ा 'तारक मेहता' शो, असित मोदी पर लगाया यौन शोषण का आरोप

આ મુદ્દે થયો વિવાદ
તેમણે કહ્યું કે 7 માર્ચના રોજ હોળી માટે અડધા દિવસની છૂટ્ટી માંગી હતી અને કહ્યું કે નહીં તો મને 2 કલાક માટે ઘરે જવા દો કારણ કે મારી પુત્રી મારી રાહ જોઈ રહી છે. તેમણે મારા સિવાય બધાની સાથે એડજસ્ટમેન્ટ કર્યું. મે મહેસૂસ કર્યું કે આ જગ્યા મહિલાઓ માટે કામ કરવા માટે છે જ નહીં. પ્રોજેક્ટ મેનેજરે મને ચાર વખત બધાની સામે ગેટઆઉટ કહ્યું અને ખુબ ખરાબ રીતે વાત કરી. ક્રિએટિવ પર્સને મારી કાર રોકી અને આ બધુ સીસીટીવીમાં કેદ છે. આ બધુ 7મી માર્ચે  થયું. મને લાગ્યું કે આ લોકો મને કોલ કરશે. પરંતુ એવું બન્યું નહીં. 

પોલીસમાં નોંધાવી ફરિયાદ
જેનિફરે વધુમાં કહ્યું કે આ લોકોએ મને નોટિસ મોકલી કે તમારા કારણે અમારું નુકસાન થયું છે. મે કહ્યું કે ઉલ્ટું ચોર કોટવાલને ડાંટે. પછી તે લોકોએ મને ડરાવવાની કોશિશ કરી. મે તેમને મેસેજ કર્યો કે આ શારીરિક શોષણ છે. આ લોકોએ મારા પર આરોપ લગાવ્યો કે હું આ બધું પૈસા પડાવવા માટે કરું છું. મે ત્યારે જ નક્કી કરી લીધુ હતું કે હું તેમની પાસે જાહેરમાં માફી મંગાવીને જ રહીશ. અભિનેત્રીએ આગળ કહ્યું કે પહેલા પણ અનેકવાર આવું મારી સાથે થયું છે પરંતુ મે ઈગ્નોર કર્યું છે. 

મેકર્સ વિરુદ્ધ એક્શન
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સ પર તેમણે શારીરિક શોષણનો આરોપ લગાવ્યો. જેનિફરે કહ્યું કે અનેકવાર તેમણે મારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી. પરંતુ દર વખતે મે જવા દીધુ. કારણ કે જો અવાજ ઉઠાવત તો મારું કામ મારી પાસેથી જતું રહેત. કેટલીય વાર મને ઘરે જવા દીધી નથી, મે અનેકવાર ફરિયાદ કરી પરંતુ ક્યારેય કોઈ એક્શન લીધુ નથી. 

અત્રે જણાવવાનું કે મીડિયા રિપોર્ટ્સ મુજબ જેનિફરે અસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહિલ રમાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે વર્કપ્લેસ પર કથિત શારીરિક સતામણીનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news