BOX OFFICE પર ટાઈગર શ્રોફની 'બાગી 3'એ મચાવી ધમાલ, 'તાનાજી'ને પણ પછાડી

બોલિવૂડ એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખની ફિલ્મ બાગી 3 શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થઈ. ત્યારબાદથી તે બોક્સ ઓફિસ પર છવાયેલી છે. ફિલ્મે પહેલા દિવસે જબરદસ્ત ઓપનિંગ મેળવી હતી. બીજા દિવસે પણ ફિલ્મની કમાણી શાનદાર રહી છે. એટલું જ નહીં આ ફિલ્મે રિલીઝ બાદથી જ વર્ષની સૌથી મોટી ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરને પણ પછડાટ આપી છે. 

BOX OFFICE પર ટાઈગર શ્રોફની 'બાગી 3'એ મચાવી ધમાલ, 'તાનાજી'ને પણ પછાડી

નવી દિલ્હી: બોલિવૂડ એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખની ફિલ્મ બાગી 3 શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થઈ. ત્યારબાદથી તે બોક્સ ઓફિસ પર છવાયેલી છે. ફિલ્મે પહેલા દિવસે જબરદસ્ત ઓપનિંગ મેળવી હતી. બીજા દિવસે પણ ફિલ્મની કમાણી શાનદાર રહી છે. એટલું જ નહીં આ ફિલ્મે રિલીઝ બાદથી જ વર્ષની સૌથી મોટી ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરને પણ પછડાટ આપી છે. 

ફિલ્મના કલેક્શનના આંકડા દર્શાવે છે કે ટાઈગર શ્રોફની આ ફિલ્મનો તેના દર્શકોને ખુબ આતુરતાથી ઈન્તેજાર હતો. બોક્સ ઓફિસ ઓફ ઈન્ડિયા ડોટ કોમ મુજબ ફિલ્મે પહેલા દિવસે 17.50 કરોડ રૂપિયા ભેગા કરીને ખાતુ ખોલાવ્યું. જ્યારે બીજા દિવસે બાગી 3એ 15.5થી 16 કરોડ રૂપિયાનો વકરો કર્યો. 

હવે બંને દિવસની કમાણી જોઈએ તો ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મે બે દિવસમાં 33 કરોડનું કલેક્શન કર્યું છે. ટ્રેડ પંડિતોનું કહેવું છે કે આ ફિલ્મ પહેલા વિકેન્ડમાં 50 કરોડ કમાઈ શકે છે.  કારણ કે ફિલ્મ ફેસ્ટિવ મૂડમાં રિલીઝ થઈ છે જેનો ભરપૂર ફાયદો મળવાનો છે. 

જુઓ Live tv

આ બાજુ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા મુજબ આ ફિલ્મ ચાલુ વર્ષ 2020ની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની છે. જો વર્ષની સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મોની વાત કરીએ તો બાગી 3એ પહેલા દિવસે 17.50 કરોડની કમાણી કરી જ્યારે તાનાજીએ 15.10 કરોડ, લવ આજ કલએ 12.40 કરોડ, સ્ટ્રીટ ડાન્સર 3ડીએ 10.26 કરોડ અને શુભ મંગળ જ્યાદા સાવધાને 9.55 કરોડની ઓપનિંગ મેળવી હતી.

અત્રે જણાવવાનું કે આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ બાગી વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા લીડ રોલમાં હતાં. ફિલ્મ એક્શનથી ભરપૂર હતી. ફિલ્મે 150 કરોડનો વકરો કર્યો હતો. ત્યારબાદ આવેલી બાગી 2 ફિલ્મે પણ 200 કરોડની બંપર કમાણી કરી હતી. આથી આ બાગી 3 ફિલ્મથી પણ દર્શકોને ખુબ અપેક્ષા હતી. 

બાગી 3માં ટાઈગર શ્રોફ, શ્રદ્ધા કપૂર, રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. આ બાજુ ફિલ્મના ટ્રેલરમાં અંકિતા લોખંડે, વિજય વર્મા, જયદીપ અહલાવત, ઝમીર ખોરી અને દાનિશ ભટ્ટે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news