Disha Patani જોડે મન ખાટુ થયા પછી શ્રદ્ધા કપૂર માટે ધડક્યું જેકીના 'ટાઈગર'નું દિલ? પોતે કર્યો મોટો ખુલાસો

ટાઈગર શ્રોફ કરણ જૌહરના સ્પાઈસી શો કોફી વીથ કરણમાં જોવા મળશે. કોફી વીથ કરણના કાઉચ પર ટાઈગર શ્રોફ પોતાની લવ લાઈફને અનેક ખુલાસા કરતો જોવા મળશે. કરણ જોહરના શોમાં ટાઈગરે ફાઈનલી પોતાના રિલેશનશીપ સ્ટેટસને લઈને ક્લિયર કરી દીધું છે.

Disha Patani જોડે મન ખાટુ થયા પછી શ્રદ્ધા કપૂર માટે ધડક્યું જેકીના 'ટાઈગર'નું દિલ? પોતે કર્યો મોટો ખુલાસો

મુંબઈ: બોલીવુડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફનો દીકરો ટાઈગર શ્રોફ બોલીવુડનો મોસ્ટ એલિજિબલ બેચલર છે. દિશા પાટની સંગ બ્રેકઅપ પછી ટાઈગર પોતાના સિંગલ સ્ટેટસને એન્જોય કરી રહ્યો છે. ટાઈગરે પોતાના માટે નવા પાર્ટનરની શોધ શરૂ કરી દીધી છે. પરંતુ શું તમે જાણો છો કે દિશા સંગ બ્રેકઅપ પછી ટાઈગરનું દિલ એક બીજી એક્ટ્રેસ પર આવ્યું છે. જાણવા નહીં માગો કે તે કઈ અભિનેત્રી છે.

ટાઈગરને પસંદ આવી આ અભિનેત્રી:
ટાઈગર શ્રોફ કરણ જોહરના સ્પાઈસી શો કોફી વીથ કરણના શોમાં જોવા મળશે. કોફી વીથ કરણના કાઉચ પર ટાઈગર શ્રોફ પોતાની લવ લાઈફને લઈને અનેક ખુલાસા કરતો જોવા મળશે. કરણ જોહરના શોમાં ટાઈગરે ફાઈનલી પોતાના રિલેશનશીપ સ્ટેટસને ક્લિયર કરી દીધું છે. ટાઈગરે શોમાં જણાવ્યું કે આ સમયે તે સિંગલ છે. ટાઈગરે શોમાં એ પણ ખુલાસો કર્યો કે તે બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરને પસંદ કરે છે. અને તેના પ્રત્યે એટ્રેક્ટેડ ફીલ કરે છે.

શ્રદ્ધા કપૂરને પસંદ કરું છું:
ટાઈગરે શોમાં જણાવ્યું કે હું હાલ તો સિંગલ છું. હું તો એવું જ વિચારું છું. હું કોઈને શોધી રહ્યો છું. ટાઈગર આટલે જ અટક્યો ન હતો. તેણે આગળ કહ્યું કે હું હંમેશાથી શ્રદ્ધા કપૂર તરફ એટ્રેક્ટેડ રહ્યો છું. મને લાગે છે કે તે શાનદાર અભિનેત્રી છે. ટાઈગરે કરણ જોહરના શોમાં એટલું તો સ્પષ્ટ કરી દીધું કે તે અને દિશા પાટનીનો રસ્તો હવે અલગ થઈ ગયો છે. ટાઈગર હવે પોતાની જિંદગીમાં મૂવ ઓન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

આ ફિલ્મમાં જોવા મળશે ટાઈગર:
ટાઈગર શ્રોફના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટરે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. ટાઈગર શ્રોફે વર્ષ 2014માં હીરોપંતીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. તે ટૂંક સમયમાં ગણપથ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે કૃતિ સેનનની સાથે લીડ રોલમાં જોવા મળશે. અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. ટાઈગરની આ ફિલ્મને રિલીઝ પછી દર્શકોને કેટલો પ્રેમ મળશે તે તો સમય જ બતાવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news