ક્યારેય ખાઘા છે દીપિકા પાદુકોણ ઢોસા અને પરાઠા થાળી! મેન્યૂમાં છે આ ખાસ ડિશ
તમે અત્યાર સુધી સેલેબ્રિટીના નામના ફેન પેજ, ગ્રુપ કે વધુમાં વધુ દુકાનો જોઈ હશે. પરંતુ શું તમે જાણો છો કે દીપિકા પાદુકોણના નામ પર થાળી અને ઢોસા પણ ચર્ચામાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ હાલમાં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા બાદ અભિનેત્રી દીપિકા પાદુકોણ ઘણી ચર્ચામાં છે. પરંતુ હવે દીપિકા તેવી વાત માટે ચર્ચામાં છે, જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું નહીં હોય. દીપિકાના ચાહકો વિશ્વભરમાં છે, તેના નામ પર ફેન્સ ક્લબ પણ છે. પરંતુ હવે દીપિકાના નામે થાળી અને ઢોસા પણ સામે આવી ગયા છે.. ચોંકી ન જાવ! તો આવો જાણીએ આ છે દીપિકાની દિવાનગી..
લગભગ કોઈ એક્ટર કે કલાકારે પોતાના જીવનમાં એટલા પ્રસિદ્ધ થવાની વાત સપનામાં પણ નહીં વિચારી હોય કે તેના નામ પર ડિશ મળવા લાગશે. પરંતુ આ દિવસોમાં બે મેન્યૂ કાર્ડ સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે, જેમાં દીપિકા પાદુકોણના નામે ડોસા અને થાળી વેચાઈ રહી છે. તેને દીપિકાએ જ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.
એક દેશમાં એક વિદેશમાં
તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર એવી બે જગ્યાના મેનૂ કાર્ડ જોઈ શકાય છે, જેમાં એક દેશનું અને એક વિદેશનું. પ્રથમ તસ્વીર અમેરિકાના ટેક્સાસમાં ઓસ્ટિસન પ્રાંતની છે, જ્યાં ઢોસા લેબ્સ નામના એક રેસ્ટોરન્ટમાં દીપિકા પાદુકોણનું નામ ઢોસા મેન્યૂમાં નોંધાયેલું છે. આ મેન્યૂમાં ઘણા પ્રકારના ઢોસા જોવા મળી રહ્યાં છે. જ્યાં વચ્ચે દીપિકા પાદુકોણના ઢોસા પણ પોતાની હાજરીથી તમામને ચોંકાવી રહ્યાં છે, તેની કિંમત 10 ડોલર છે.
દીપિકા પાદુકોણના નામથી ઢોસા, ફોટો સાભારઃ ટ્વીટર @deepikapadukone
પુણેમાં છે દીપિકા પાદુકોણે થાળી
વિદેશમાં ઢોસા મળી રહ્યાં છે તો પુણેના એક રેસ્ટોરન્ટમાં દીપિકાના નામની આખી થાળી મળી રહી છે. મેન્યૂ કાર્ડમાં થાળીનું નામ દીપિકા પાદુકોણ પરાઠા થાળી લખેલું છે. તેમાં ગ્રાહક શાક, રાજમા-છોલે, દાળ મખની, રોટલી, ભાત, સલાડ, પાપડ, સ્વીટ ડીશ એટલે કે ભારતીય થાળીનો આનંદ લઈ શકે છે. આ થાળીની કિંમત 600 રૂપિયા છે.
દીપિકા પાદુકોણની સાથે ઘણા સ્ટાર્સના નામે પણ છે થાળીઃ ફોટો સાભાર ટ્વીટર @deepikapadukone
ધ્યાનથી જુઓ તો તમને દેખાશે કે આ રેસ્ટોરન્ટમાં દીપિકાની સાથે ઘણા લોકોના નામની થાળી હાજર છે. આ મેન્યૂના ફોટોમાં ભગત સિંહ, યુવરાજ સિંહ, સચિન તેંડુલકર, અક્ષય કુમાર, યોયો હની સિંહ જેવા સિતારાના નામની થાળી પણ સામેલ છે.
આ છે સૌથી મોંઘી
આ મેન્યૂ જોઈને તમે સમજી જશો કે તેનો માલિક એક્શનનો દીવાનો છે. કારણ કે અહીં સૌથી મોંઘી થાળી દારા સિંહના નામ પર છે, જેની કિંમત 2400 રૂપિયા લખેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે