સુંદરવનનાં લોકોની મદદ માટે ભગવાને ખોલી દુકાન, જાણો શું સમગ્ર મામલો
પશ્ચિમ બંગાળના સુંદરવનના લોકો માટે ટોલિવુડના કલાકારોએ અનોખી પહેલ કરી છે. ટોલિવુડ સેલેબ્રિટી દેબલીના દત્તા મુખર્જી અને તથાગત્ત મુખર્જીએ અહીં કાબિલ એ તારિફ પગલું ઉઠાવ્યું છે. સુંદરવનનાં બાલી દ્વીપ પર સિલેબ્રિટીઝે ધ શોપ ઓફ ગોડ (ભગવાનની દુકાન)ને લોન્ચ કરી હતી. સુંદરવન જંગલોમાં વાઘના હૂમલામાં ઘણા લોકો મરી જાય છે. પરિવારનાં એક માત્ર કમાઉ સભ્યનો જીવ જતો રહેવાનાં કારણે તેમનાં પરિવારજનોને ખુબ જ કષ્ટ ભોગવવા પડે છે.
Trending Photos
કોલકાતા : પશ્ચિમ બંગાળના સુંદરવનના લોકો માટે ટોલિવુડના કલાકારોએ અનોખી પહેલ કરી છે. ટોલિવુડ સેલેબ્રિટી દેબલીના દત્તા મુખર્જી અને તથાગત્ત મુખર્જીએ અહીં કાબિલ એ તારિફ પગલું ઉઠાવ્યું છે. સુંદરવનનાં બાલી દ્વીપ પર સિલેબ્રિટીઝે ધ શોપ ઓફ ગોડ (ભગવાનની દુકાન)ને લોન્ચ કરી હતી. સુંદરવન જંગલોમાં વાઘના હૂમલામાં ઘણા લોકો મરી જાય છે. પરિવારનાં એક માત્ર કમાઉ સભ્યનો જીવ જતો રહેવાનાં કારણે તેમનાં પરિવારજનોને ખુબ જ કષ્ટ ભોગવવા પડે છે.
ધ શોપ ઓફ ગોડને એવા જ પરિવારનોની મદદ માટે બનાવવામાં આવી છે. દેબલીના અને તથાગત્તે એફઇઇડી નામની સંસ્થાની સહાયતાથી જાન્યુઆરી 2018માં આ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો. અવિજિત દેબનાથ, અમિતાભ ચક્રબર્તી, સુજોય દાસ મહાપાત્રા અને ડો. અપૂર્વ ચેટર્જીએ આ પ્રોજેક્ટનો હિસ્સો છે. તે લોકો પકડા, જુત્તા અને વાસણ બધુ જ એકત્ર કરે છે અને અસરગ્રસ્ત લોકોને આપે છે.
ધ શોપ ઓફ ગોડ દ્વારા અત્યાર સુધી 10 હજાર કપડા વહેંચવામાં આવી ચુક્યા છે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટને પુરુલિયા, આસનસોલ અને ઉત્તરી બંગાળના ચાના બગીચા સુધી પહોંચાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટને ધીરે ધીરે ઘણી સફળતા મળી રહી છે. જેનાં કારણે તેનું વિસ્તરણ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે