The Kerala Story: Adah Sharma ની ફિલ્મે રિલીઝના 9 દિવસમાં 100 કરોડનો આંકડો કર્યો પાર, જાણો બોક્સ ઓફિસ અપડેટ
Adah Sharma સ્ટારર 'ધ કેરાલા સ્ટોરી' ઘણા વિવાદો પછી રિલીઝ થઈ છે અને આ નાના બજેટની ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થયાના નવ દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી ગઈ છે.
Trending Photos
The Kerala Story Collection: ડાયરેક્ટર સુદીપ્તો સેનની ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' ઘણા વિવાદો વચ્ચે મોટા પડદા પર રિલીઝ થઈ હતી. મેકર્સનો દાવો છે કે આ ફિલ્મ વાસ્તવિક જીવન પર આધારિત છે અને તેથી ફિલ્મને લઈને ઘણા વિવાદો છે. અદાહ શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની સ્ટારર ફિલ્મે રિલીઝના નવ દિવસમાં રૂ. 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે અને ભવિષ્યમાં તેનો શું ટ્રેન્ડ રહેશે, ચાલો જાણીએ...
આ પણ વાંચો:
Grah Gochar May 2023: આગામી 18 દિવસ સુધી આ રાશીના જાતકોને લાગી શકે છે લોટરી!
Royal Enfield ની સૌથી મોંઘી બાઈક થઈ વધુ મોંઘી, કિંમતમા આટલો થયો વધારો
Cannes Film Festival: માત્ર અનુષ્કા શર્મા જ નહીં આ હસીના પણ 'Cannes'માં કરશે ડેબ્યૂ
તમને જણાવી દઈએ કે ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, 13 મે, 2023ના રોજ એટલે કે રિલીઝના નવમા દિવસે 'ધ કેરાલા સ્ટોરી'એ 19.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ દિવસના કલેક્શન સહિત, ફિલ્મનું કુલ કલેક્શન હવે 112.99 કરોડ રૂપિયા છે. આ આંકડા સાથે, આ ફિલ્મ દેશની આ વર્ષની ચોથી ફિલ્મ છે, જે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ છે. આ યાદીમાં 'પઠાણ', 'તુ જૂઠી મેં મક્કાર' અને 'કિસી કા ભાઈ કિસી કી જાન' પણ સામેલ છે.
તમને જણાવી દઈએ કે ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શનું કહેવું છે કે રવિવારે એટલે કે આજે 14 મે, 2023ના રોજ ફિલ્મ સારું પ્રદર્શન કરવા જઈ રહી છે, જેના કારણે કલેક્શનમાં ફરી એક ઉછાળો જોવા મળશે. ભારતમાં રિલીઝ થયાના એક અઠવાડિયા પછી, ફિલ્મ યુએસ અને કેનેડામાં પણ રિલીઝ થઈ છે અને ત્યાં તેને 200 થી વધુ સ્ક્રીન્સ પર બતાવવામાં આવી રહી છે. ઘણા લોકો આ ફિલ્મને 'બીજી કાશ્મીર ફાઇલ્સ' પણ કહી રહ્યા છે.
આ પણ વાંચો:
જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે