The Kerala Story Box Office Collection: 'ધ કેરાલા સ્ટોરી'એ છઠ્ઠા દિવસે પણ કરી ધૂમ કમાણી, વિવાદો વચ્ચે આટલું છે કલેક્શન

The Kerala Story Box Office Collection Day 6: કેરાલા સ્ટોરીએ કમાણીની બાબતમાં સલમાન ખાનની કિસી કા ભાઈ કિસી કી જાનનું પત્તું સાફ કરી દીધું છે. કેરાલા સ્ટોરીએ છઠ્ઠા દિવસે પણ કમાણીની ગતિ જાળવી રાખી છે.

The Kerala Story Box Office Collection: 'ધ કેરાલા સ્ટોરી'એ છઠ્ઠા દિવસે પણ કરી ધૂમ કમાણી, વિવાદો વચ્ચે આટલું છે કલેક્શન

The Kerala Story Worldwide Collection: ફિલ્મ ધ કેરાલા સ્ટોરી રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. કેરાલા સ્ટોરી પર કેટલાક રાજ્યોમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં તેને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. પ્રતિબંધ અને બહિષ્કાર વચ્ચે કેરાલા સ્ટોરી બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. ખૂબ જ ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મ હવે 100 કરોડની કમાણી થવાથી થોડા જ પગલાં દૂર છે. આવો, અહીં જાણીએ કે કેરાલા સ્ટોરીએ રિલીઝના છઠ્ઠા દિવસ સુધી કેટલી કમાણી કરી છે.

ધ કેરળ સ્ટોરી અંગે સચનિકના પ્રારંભિક આંકડાઓ સામે આવ્યા છે. આંકડાઓ અનુસાર, કેરળ સ્ટોરીએ છઠ્ઠા દિવસે એટલે કે મિડ વીકમાં 12 કરોડ રૂપિયાની કમાણી કરી છે. છઠ્ઠા દિવસની કમાણી સાથે ફિલ્મની કુલ કમાણી 68.86 કરોડ પર પહોંચી ગઈ છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર જે રીતે કમાણી કરી રહી છે, લોકોનું કહેવું છે કે વીકેન્ડ સુધીમાં તે 100 કરોડનો આંકડો પાર કરી જશે. અદા શર્માની ફિલ્મ ધ કેરલ સ્ટોરીએ ઓપનિંગ દિવસે 8.03 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. ત્યારબાદ બીજા દિવસે ફિલ્મે શરૂઆતના દિવસે પણ 11.22 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મે ત્રીજા દિવસે 16.4 કરોડ, ચોથા દિવસે 10.07 કરોડ અને પાંચમા દિવસે 11.14 કરોડનો બિઝનેસ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, PS2, સલમાન ખાનની કિસી કા ભાઈ કિસી કી જાન અને ગાર્ડિયન્સ ઑફ ધ ગેલેક્સી ધ કેરાલા સ્ટોરીને હાલમાં ટક્કર આપી રહી છે. કિસી કી ભાઈ કિસી કી જાનની કમાણી હજુ પણ ઘટી છે, પરંતુ PS2 અને ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સીએ જંગી કમાણી કરી  છે.

આ પણ વાંચો:
જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news