Guess Who: 'તારક મેહતા'ના આ એક્ટરને ઓળખી શક્યા તમે? ચાર ઓપ્શનમાં પસંદ કરો સાચો જવાબ

Taarak Mehta Ka Ooltah Chashmah Child Actor Photo: કોમેડી ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા  (Taarak Mehta Ka Ooltah Chashmah) મહત્વની ભૂમિકા ભજવતા એક્ટરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. 

Guess Who: 'તારક મેહતા'ના આ એક્ટરને ઓળખી શક્યા તમે? ચાર ઓપ્શનમાં પસંદ કરો સાચો જવાબ

મુંબઈઃ Guess The Celebrity: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શોને દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. આ શો 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક કલાકારોએ લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ઘણા સ્ટાર છે અને બધા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ફેન્સ પણ આ કલાકારો વિશે ચર્ચા કરતા રહે છે. હવે ફેન્સ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી રહ્યાં છે. આ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના એક એક્ટરની બાળપણની તસવીર છે. 

શું તમે ઓળખી શક્યા?
વાયરલ થઈ રહેલી તસવીરમાં એક ક્યૂટ બાળક જોવા મળી રહ્યો છે. આ એક પાસપોર્ટ સાઇઝ ફોટો છે, જેમાં એક બાળક સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. માસૂમ દેખાતું આ બાળક કોઈ અન્ય નહીં પરંતુ તારક મેહતા શોમાં ગોલીનું પાત્ર ભજવતો કુશ છે. કુશ બાળપણમાં ક્યૂટ અને માસૂમ લાગતો હતો. આ તેની બાળપણની તસવીર વાયરલ થઈ રહી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kush (@iamkushshah_)

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ગોલી એટલે કે કુશે આ તસવીરને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. કુશે ઘણા વર્ષ પહેલા પોતાની આ તસવીર શેર કરી હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેને પોસ્ટ કરી હતી. વર્ષ 2014માં આ ફોટો પોસ્ટ કરતા કુશે લખ્યુ હતું કે, આ હું છું. ગોલીની તસવીર જોયા બાદ લોકોએ તેના પર રિએક્શન આપ્યા હતા. એક વ્યક્તિએ કહ્યું કે ગોલી ક્યૂટ લાગી રહ્યો છે. 

પહેલા પણ વાયરલ થયો હતો ફોટો
આ પહેલા પણ કુશની એક તસવીર વાયરલ થઈ હતી. કુશે ઘણી તસવીર પોસ્ટ કરી હતી. ત્રણ વર્ષ પહેલા નિધિ ભાનુશાળીના જન્મદિવસ પર આ તસવીરો પોસ્ટ કરી હતી. લોકો ફોટો જોયા બાદ સવાલ કરી રહ્યાં હતા કે બેકગ્રાઉન્ડમાં કોણ છે અને શું કરી રહ્યાં છે. ઘણા લોકોને તસવીર જોઈને લાગ્યું હતું કે બેકગ્રાઉન્ડમાં જોવા મળી રહેલ લોકો કિસ કરી રહ્યાં છે, જેની કોઈ પુષ્ટિ થઈ નહોતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news