જેનીફર સાથે આ શું થઈ રહ્યું છે? અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ થયા આવા હાલ

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે ઘરે ઘરે ફેમસ છે. આ શોના તમામ કલાકારો પોતાના દમદાર અભિનય અને કોમેડી માટે જાણીતા છે. જ્યારે છેલ્લા કેટલાક વખતથી તારક મહેતા શો કોઈ સારા કારણથી નહીં પરંતુ વિવાદના કારણે ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે શોમાં મિસિસ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલ અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ પ્રોડ્યુસર અસિત મોદી વિરુદ્ધ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આ શો સતત ચર્ચામાં છે.

જેનીફર સાથે આ શું થઈ રહ્યું છે? અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ થયા આવા હાલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે ઘરે ઘરે ફેમસ છે. આ શોના તમામ કલાકારો પોતાના દમદાર અભિનય અને કોમેડી માટે જાણીતા છે. જ્યારે છેલ્લા કેટલાક વખતથી તારક મહેતા શો કોઈ સારા કારણથી નહીં પરંતુ વિવાદના કારણે ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે શોમાં મિસિસ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલ અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ પ્રોડ્યુસર અસિત મોદી વિરુદ્ધ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આ શો સતત ચર્ચામાં છે. આ સાથે જ અભિનેત્રીએ અસિત મોદી સહિત ત્રણ લોકો વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી હતી. હાલમાં જ અભિનેત્રીએ ખુલાસો કર્યો કે આ કેસ બાદ તેના જીવનમાં અનેક ફેરફાર આવ્યા છે અને તેણે ઘણું ઝેલવું પડી રહ્યું છે. 

ઈટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જેનિફરે જણાવ્યું કે જ્યારથી તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે ત્યારથી તેની સોસાયટીના લોકોએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધુ છે. આ સાથે જ અભિનેત્રીએ કહ્યું કે તેમની મેન્ટાલિટીથી હું ખુબ સ્તબ્ધ છું. અભિનેત્રીએ પોતાની સોસાયટીની મહિલાઓને ટિપિકલ આંટી ગણાવી. 

અસિત મોદીએ કર્યું હતું આવું વર્તન
ઈન્ટરવ્યું દરમિયાન અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે તેણે 2019માં શો છોડવાની કોશિશ કરી હતી. પરંતુ મેકર્સે એવું થવા દીધુ નહીં. તેણે જણાવ્યું કે અસિત અને સોહેલે તેને પેમેન્ટ રોકવાની ધમકી આપી હતી. અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે તે વખતે અસિતે તેના પર બૂમો પાડતા કહ્યું હતું કે પ્રોડક્શન બધાથી ઉપર છે અને એક્ટર્સ બધાથી નીચે છે. જેનિફરે દાવો કર્યો કે તેની પાસે તેનો પુરાવો પણ છે અને આ લડાઈ ઘણા સમયથી તે એકલી લડી રહી છે. 

ત્રણ લોકો વિરુદ્ધ અભિનેત્રીએ નોંધાવી હતી એફઆઈઆર
અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા જેનિફરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રોડ્યુસર અસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રમાની, અને નિર્માતા જતિન  બજાજ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદથી ફરિયાદ નોંધાયા બાદ હાલ આ અંગે કોઈ અપડેટ સામે આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news