Taarak Mehta Ka Ooltah Chashmah: કેન્સર થયા બાદ Nattu Kaka ની આવી થઈ ગઈ છે હાલત, લેટેસ્ટ PHOTO જોઈને ફેન્સ ચિંતામાં

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક(Ghanshyam Nayak) હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.

Taarak Mehta Ka Ooltah Chashmah: કેન્સર થયા બાદ Nattu Kaka ની આવી થઈ ગઈ છે હાલત, લેટેસ્ટ PHOTO જોઈને ફેન્સ ચિંતામાં

નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક(Ghanshyam Nayak) હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. અભિનેતાને કેન્સર થયું હતું જેની સારવાર ચાલુ છે. એપ્રિલ મહિનામાં આ બીમારીની ખબર પડી અને ત્યારબાદ પણ તેઓ સતત શુટિંગ કરતા હતા. હવે ઘનશ્યામ નાયકની લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો આ તસવીરો જોઈને દંગ રહી ગયા છે. 

વાયરલ થઈ નટુકાકાની તસવીરો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકા એટલે ઘનશ્યામ નાયકની હાલ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ સાથે આ તસવીરો ચર્ચાનો વિષય પણ બની છે. કારણ કે તસવીરમાં તેઓ ખુબ કમજોર જણાઈ રહ્યા છે. તેમનો ચહેરો એક બાજુથી સૂજી ગયેલો છે. અભિનેતાએ સફેદ કૂર્તો પાઈજામો પહેર્યો છે અને હાથ પાછળ રાખીને ઊભા છે. આમ છતાં અભિનેતા પોતાના ફેન સાથે તસવીરમાં હસતાં જોવા મંળી રહ્યા છે. 

લોકોના દિલ જીતી રહ્યા છે
નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક તમામ મુસીબતો છતાં જિંદાદિલ છે. તેઓ 77 વર્ષની ઉંમરે પણ કામ પ્રત્યે સમર્પિત છે અને પોતાના ફેન્સનું ભરપૂર મનોરંજન કરે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અન્ય કલાકારોની જેમ જ ઘનશ્યામ નાયક પણ ખુબ લોકપ્રિય છે. વર્ષોથી ઘનશ્યામ નાયક પોતાના અભિનયથી લોકોના દિલ જીતી રહ્યા છે. 

જૂનમાં સામે આવ્યા હતા કેન્સરના ખબર
અત્રે જણાવવાનું કે જૂન મહિનામાં ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પાંચ મહિના પહેલા ઘનશ્યામ નાયકને ગળામાં કેટલાક સ્પોર્ટ્સ દેખાયા હતા. ત્યારબાદ આગળ સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો. ઘનશ્યામ નાયકના પુત્રએ જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં ગળાની પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેનિંગ કરાવવામાં આવ્યું. જેનાથી બીમારીની ખબર પડી. તેમને આ સ્પોર્ટ્સના કારણે કોઈ તકલીફ નહતી. 

કોઈ રિસ્ક લેવા નહતા માંગતા
બીમારીના કારણે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકનો પરિવાર કોઈ જોખમ લેવા માંગતા નહતાં. આ જ કારણે તેમના કીમોથેરેપી સેશન્સ શરૂ કર્યા. સારવાર એ જ ડોક્ટર કરી રહ્યા છે જેમણે શરૂઆતના સમયમાં બીમારીની ભાળ મેળવી હતી. ઘનશ્યામ નાયકનો કીમો સેશન ચાલે છે. રેગ્યુલર બેઝિસ પર સ્કેનિંગ પણ થઈ રહ્યું છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે ગળામાં દેખાઈ રહેલા સ્પોર્ટ્સ ખતમ થઈ જશે. 

પહેલા થયું હતું ગળાનું ઓપરેશન
ઘનશ્યામ નાયક ખુબ સ્ટ્રોંગ છે. આ જ કારણે તેઓ આ મુશ્કેલ સમયમાં પણ ગુજરાતના દમણમાં શુટિંગ કરતા હતા. અત્રે જણાવવાનું કે ઘનશ્યામ નાયકનું ગત વર્ષે ગળાનું ઓપરેશન પણ થયું હતું. ત્યારે 8 ગાંઠ કાઢવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news