'Sye Raa Narasimha Reddy'નું બીજુ ટ્રેલર રિલીઝ, પહેલા કરતા પણ વધુ દમદાર

મહાનાયક અમિતાભ બચ્ચન (Amithabh Bachchan) અને મેગાસ્ટાર ચિરંજીવીની આગામી ફિલ્મ સૈરા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy) નું બીજી ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલર બહુ જ દમદાર છે. અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યાની જાહેરાત થયા બાદ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. બિગ બજેટ ફિલ્મ સૈરા નરસિમ્હા રેડ્ડીનું પહેલુ ટ્રેલર આવ્યા બાદથી જ દર્શકોમાં રોમાંચક ઉત્સાહ હતો. તેઓ બીજા ટ્રેલરની રાહ જોઈને બેસ્યા હતા. જે હવે તેમને જોવા મળ્યું છે. જુઓ ટ્રેલર....
'Sye Raa Narasimha Reddy'નું બીજુ ટ્રેલર રિલીઝ, પહેલા કરતા પણ વધુ દમદાર

નવી દિલ્હી :મહાનાયક અમિતાભ બચ્ચન (Amithabh Bachchan) અને મેગાસ્ટાર ચિરંજીવીની આગામી ફિલ્મ સૈરા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy) નું બીજી ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલર બહુ જ દમદાર છે. અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યાની જાહેરાત થયા બાદ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. બિગ બજેટ ફિલ્મ સૈરા નરસિમ્હા રેડ્ડીનું પહેલુ ટ્રેલર આવ્યા બાદથી જ દર્શકોમાં રોમાંચક ઉત્સાહ હતો. તેઓ બીજા ટ્રેલરની રાહ જોઈને બેસ્યા હતા. જે હવે તેમને જોવા મળ્યું છે. જુઓ ટ્રેલર....

આ ટ્રેલરને પહેલા ટ્રેલરની જેમ એકસાથે 5 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. યુટ્યુબ પર આ ટ્રેલર હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થયું છે. દરેક ભાષામાં ફિલ્મ પર બહુ જ મહેનત કરવામાં આવી છે. કોઈ પણ ભાષાનું ટ્રેલર જોવા પર ફિલ્મમાં ડબિંગ અને લિપ્સીંગની ખામી દેખાતી નથી. 

આ ફિલ્મ એક એવા યોદ્ધા ઉય્યાલાવાદા નરસિમ્હા રેડ્ડીની કહાની છે, જેઓએ અંગ્રેજોની વિરુદ્ધ સૌથી પહેલા જંગ શરૂ કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન નરસિમ્હા રેડ્ડીના ગુરુના પાત્રમાં નજર આવશે. ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news