જન્મદિવસે હૃતિકને એક્સ પત્નીએ કર્યો પ્રેમથી તરબોળ મેસેજ, વાંચવા કરો ક્લિક

10 જાન્યુઆરી, 1974ના દિવસે જન્મેલો બોલિવૂડ હૃતિક રોશન આજે 45 વર્ષનો થઈ ગયો છે

જન્મદિવસે હૃતિકને એક્સ પત્નીએ કર્યો પ્રેમથી તરબોળ મેસેજ, વાંચવા કરો ક્લિક

મુંબઈ : 10 જાન્યુઆરી, 1974ના દિવસે જન્મેલો બોલિવૂડ હૃતિક રોશન આજે 45 વર્ષનો થઈ ગયો છે. તેના બર્થ ડે નિમિત્તે તેની એક્સ પત્ની સુઝેન ખાને તેને સૌથી પહેલા વિશ કર્યું હતું. સુઝેને હૃતિક સાથે પુત્રો રેહાન અને રિદાનના ફોટોઝ પણ શેર કર્યા છે. સાથે તેણે હૃતિક માટે એક ઈમોશનલ મેસેજ પણ આપ્યો છે. હૃતિક અને સુઝેને તેમના બાળકો માટે સરસ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. તે જીવનના દરેક તબક્કે બાળકોના પડખે સાથે ઊભા રહે છે. આટલું જ નહિ, સાથે વેકેશન પર પણ જાય છે.

A post shared by Sussanne Khan (@suzkr) on

સુઝેને તેના BFF હૃતિકને વિશ કર્યું હતું અને લખ્યું કે કાયનાત તેનો સાથ આપે. આ સાથે જ તેણે લખ્યું કે હૃતિક તેનો સોલ મેટ છે અને દુનિયાનો સૌથી સારો પિતા છે. હૃતિક હવે સુપર 30માં જોવા મળશે જેમાં તે બ્રિલિયન્ટ માઈન્ડ આનંદ કુમારનો રોલ નિભાવી રહ્યો છે. સુઝેન-હૃતિક છૂટ્ટા પડ્યા પછી પણ તેમના સંબંધો સારા રહ્યા છે. કંગના-હૃતિકના વિવાદ વખતે પણ સુઝેને તેના એક્સ-પતિનો સાથ આપ્યો હતો.

વર્ષ 2016માં હૃતિક રોશન અને સુઝેન ખાન પોતાના બ્રોકન મેરેજ અને ડિવોર્સને કારણે ખૂબ ચર્ચામાં રહ્યાં હતા. આ બંનેએ આંતરિક સમજૂતીથી 2016માં ડિવોર્સ લીધાં હતાં. હૃતિક અને સુઝાન બોલિવૂડના સુપર ક્યૂટ કપલમાંના એક હતા અને તેમના ડિવોર્સની ખબરથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકોને આઘાત લાગ્યો હતો. જો કે, ડિવોર્સ બાદ પણ આ બંન્નેએ ખૂબ સમજૂતીપુર્વક ફ્રેન્ડલી રિલેશન મેઇન્ટેન કર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news