સુષ્મિતા અને તેના 15 વર્ષ નાના બોયફ્રેન્ડના સંબંધમાં જબરદસ્ત વળાંક
હાલમાં ફિલ્મ અભિનેત્રી સુષ્મિતા સેન અને બોયફ્રેન્ડ રૂહમન શોલના સંબંધો ચર્ચાનો મુદ્દો બન્યા છે
Trending Photos
મુંબઈ : હાલમાં ફિલ્મ અભિનેત્રી સુષ્મિતા સેન અને બોયફ્રેન્ડ રૂહમન શોલના સંબંધો ચર્ચાનો મુદ્દો બન્યા છે. તેમની વચ્ચે ઘણી નિકટતા જોવા મળી રહી છે અને સમાચાર આવી રહ્યા છે કે તેઓ લગ્ન પણ કરવાના છે. મજાની વાત તો એ છે કે સુસ્મિતા અને રૂહમન વચ્ચે 15 વર્ષનો તફાવત છે અને સુસ્મિતા 15 વર્ષ મોટી છે.
સુષ્મિતા અને રૂહમન અલગ-અલગ જગ્યા પર ડિનર કરતા જોવા મળ્યા છે. હાલમાં રૂહમન ગર્લફ્રેન્ડ સુષ્મિતાની દિકરીઓ રેની અને અલીશાની સાથે પણ જોવા મળ્યા છે. લેટેસ્ટ સમાચાર પ્રમાણે સુસ્મિતા અને રૂહમન આવતા શિયાળામાં લગ્ન કરવાનું પ્લાનિંગ કહ્યા છે। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રૂહમન સામેથી સુષ્મિતાને પ્રપોઝ કર્યું હતું જે સુશે સ્વીકારી લીધું છે.
સુષ્મિતા અને રૂહમન છેલ્લા બે મહિનાથી એક બીજાની સાથે ડેટ કરી રહ્યા છે. બન્નેની મુલાકાત ફેશન ઈવેન્ટમાં થઈ અને બહુ સારા મિત્ર પણ બની ગયા. સુષ્મિતાની દિકરીઓ રેની અને અલીશા રૂહમનને લઈને ઘણી ખુશ છે. સુષ્મિતા સેનને એ વાતની ખુશી છે કે એમની પસંદને એમની દિકરીઓ પણ પસંદ કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે