આ ફિલ્મમાં Sushantને કરી હતી Half Kiss, જાણો એક ફિલ્મ કરવાનો કેટલો હતો ચાર્જ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની છેલ્લી ફિલ્મ દિલ બેચારા (Dil Bechara)ને દર્શકોને ખુબજ પસંદ આવી છે. ફિલ્મે રિલઝની સાથે જ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. આ ફિલ્મથી કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ તેમના નિર્દેશનની શરૂઆત અને સંજના સાંધીએ તેની પ્રથમ ફિલ્મમાં મેઇન લીડમાં કામ કર્યું. ફિલ્મ રિલીઝના એક મહિના બાદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. રિપોર્ટ અનુસાર, સુશાંતે આ ફિલ્મ માટે તેની ફી લગભગ અડધી કરી હતી.
આ ફિલ્મમાં Sushantને કરી હતી Half Kiss, જાણો એક ફિલ્મ કરવાનો કેટલો હતો ચાર્જ

નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની છેલ્લી ફિલ્મ દિલ બેચારા (Dil Bechara)ને દર્શકોને ખુબજ પસંદ આવી છે. ફિલ્મે રિલઝની સાથે જ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. આ ફિલ્મથી કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ તેમના નિર્દેશનની શરૂઆત અને સંજના સાંધીએ તેની પ્રથમ ફિલ્મમાં મેઇન લીડમાં કામ કર્યું. ફિલ્મ રિલીઝના એક મહિના બાદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. રિપોર્ટ અનુસાર, સુશાંતે આ ફિલ્મ માટે તેની ફી લગભગ અડધી કરી હતી.

અમારી સહયોગી વેબસાઇટ DNAમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, આ વિશે વાત કરતા દિવંગત અભિનેતાના એક મિત્રએ જણાવ્યું કે, સુશાતનો સમાન્ય રીતે પ્રત્યેક ફિલ્મ માટે 6-8 કરોડ રૂપિયા ચાર્જ હતો, પંરતુ દિલ બેચારા માટે તેણે માત્ર અડધા પૈસા લીધા હતા. તેણે ફિલ્મ માટે 3 કોરડ રૂપિયાથી થોડા વધારે મળ્યા હતા.

દિવંગત અભિનેતાના મિત્રએ વધુમાં કહ્યું, આ મુકેશ છાબડા ના નિર્દેશનની પ્રથમ ફિલ્મ હતી અને બંને સારા મિત્રો હતા. તેમણે તેને લોન્ચ કર્યો  હતો અને સુશાંતે મુકેશને વચન આપ્યું હતું કે, તે તેની પ્રથમ ફિલ્મ કરશે. દિલ બેચારાનું ટાઇટલ આ પહેલા કેઝી અને મૈની હતું. જ્યારે સુશાંત ફિલ્મ કરવા માટે તૈયાર થયો, તો તેણે જોયું કે, ટીમને પડકારોનો સામનો કરવો પડી રહ્યો હતો એન એટલા માટે તે અડધા ચાર્જમાં કામ કરવા માટે તૈયાર થયો. તેનો ફોક્સ સ્ટાર સ્ટૂડિયોની સથે લાંબા સમયથી સંબંધ હતો અને તે અન્ય કેટલીક ફિલ્મના બેનરના સંપર્કમાં હતો. તેણે આ એટલા માટે કર્યું, કેમ કે, તેને લાગ્યું કે આ સૌથી યોગ્ય કામ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news