Sushant Singh Rajput કેસમાં આવ્યા મોટા અપડેટ, NCB એ Sidharth Pithani ની કરી ધરપકડ

સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂરું થવાનું છે. આ મામલે છેલ્લા કેટલાક સમયથી કોઈ અપડેટ નહતી, કે કોઈ કાર્યવાહી પણ થયેલી દેખાતી નહતી પરંતુ હવે એક અચાનક નવો વળાંક આવ્યો છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક ધરપકડ થઈ છે. સુશાંતના મિત્ર અને અંતિમ સમયે સાથે રહેનાર સિદ્ધાર્થ પિઠાનીની એનસીબીએ હૈદરાબાદથી ધરપકડ કરી છે. 
Sushant Singh Rajput કેસમાં આવ્યા મોટા અપડેટ, NCB એ Sidharth Pithani ની કરી ધરપકડ

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂરું થવાનું છે. આ મામલે છેલ્લા કેટલાક સમયથી કોઈ અપડેટ નહતી, કે કોઈ કાર્યવાહી પણ થયેલી દેખાતી નહતી પરંતુ હવે એક અચાનક નવો વળાંક આવ્યો છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક ધરપકડ થઈ છે. સુશાંતના મિત્ર અને અંતિમ સમયે સાથે રહેનાર સિદ્ધાર્થ પિઠાનીની એનસીબીએ હૈદરાબાદથી ધરપકડ કરી છે. 

ફરાર હતો સિદ્ધાર્થ પિઠાની
સામે આવેલી જાણકારી મુજબ NCB ની મુંબઈ ટીમે સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી છે. સિદ્ધાર્થ પિઠાની છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. હાલ NCB ધરપકડ બાદ સિદ્ધાર્થને મુંબઈ લઈ આવી છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે સિદ્ધાર્થ પિઠાની સગાઈ થઈ છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી. સિદ્ધાર્થે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી તસવીરો પણ શેર કરી હતી. આ તસવીરના કેપ્શનમાં સિદ્ધાર્થ પિઠાનીએ લખ્યું હતું કે 'જસ્ટ એન્ગેજ્ડ'. 

કોણ છે સિદ્ધાર્થ પિઠાની
અત્રે જણાવવાનું કે સિદ્ધાર્થ પિઠાની સુશાંતનો મિત્ર હોવાના નાતે સુશાંતના ઘરમાં જ રહેતો હતો. સિદ્ધાર્થ પિઠાની એ વ્યક્તિ છે જેની સાથે સુશાંતની છેલ્લે વાત થઈ હતી. એક વર્ષ પહેલા કોમન ફ્રેન્ડ દ્વારા સુશાંત અને સિદ્ધાર્થ પિઠાનીની મુલાકાત થઈ હતી અને બંનેની મિત્રતા થઈ ગઈ. ત્યારબાદ બંને સાથે રહેવા લાગ્યા. સુશાંત સિંહનું જે દિવસે મોત થયું હતું તે દિવસે સિદ્ધાર્થ તેમના ઘર પર જ હાજર હતો. સુશાંત સિંહ પોતાનો રૂમ ખોલતો નહતો અને ત્યારે જ ચાવીવાળાના બોલાવીને સુશાંતના ઘરવાળાઓને સિદ્ધાર્થે જ જાણકારી આપી હતી. આ ઉપરાંત સિદ્ધાર્થે જ સુશાંતની ડેડબોડી પંખા પરથી નીચે ઉતારી હતી. 

બુદ્ધા કહીને બોલાવતો હતો સુશાંત
સિદ્ધાર્થ પિઠાની સુશાંત સિંહ રાજપૂતની ખુબ નજીક હતો. સુશાંત સિદ્ધાર્થને બુદ્ધા કહીને બોલાવતો હતો. સિદ્ધાર્થ સુશાંતનું બધુ કામ પણ જોતો હતો. સિદ્ધાર્થ વ્યવસાયે ફિલ્મ એડિટિંગ અને ગ્રાફિક ડિઝાઈનિંગનું કામ કરતો હતો. સુશાંતે એક કંપની પણ ખોલી હતી જેમાં પણ સિદ્ધાર્થ ગ્રાફિક અને ફિલ્મિંગનું કામ જોતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news