શું પુરી થઇ ચૂકી છે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ? CBI એ આપ્યું મોટું નિવેદન
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે સીબીઆઇ (CBI)નું મોટું નિવેદન સામે આવ્યું છે. સીબીઆઇએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હજુ પુરી થઇ નથી અને ઘણા તથ્યો શોધવામાં આવી રહ્યા છે.
Trending Photos
મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે સીબીઆઇ (CBI)નું મોટું નિવેદન સામે આવ્યું છે. સીબીઆઇએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હજુ પુરી થઇ નથી અને ઘણા તથ્યો શોધવામાં આવી રહ્યા છે.
પટના હાઇકોર્ટમાં દાખલ થશે સ્ટેટસ રિપોર્ટ
તમને જણાવી દઇએ કે આ પ્રકારના સમાચાર સામે આવ્યા હતા કે સુશાંત કેસમાં સીબીઆઇ તપાસ પુરી થઇ ગઇ છે. એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે સીબીઆઇને અત્યાર સુધી સુશાંતના મોતમાં કોઇપણ પ્રકારનું કાવતરું અથવા ફાઉલ પ્લે મળ્યું નથી. સૂત્રોના અનુસાર સીબીઆઇ જલદી જ પોતાનો રિપોર્ટ પટનાની સીબીઆઇ કોર્ટમાં રજૂ કરશે.
સુશાંતના બનેવી અને બહેન સાથે પૂછપરછ કરી ચૂકી છે CBI
જાણકારી અનુસાર સીબીઆઇએ 8 ઓક્ટોબરના રોજ સુશાંતના બનેવી અને ફરીદાબાદના કમિશ્નર OP સિંહ અને સુશાંત સિંહ રાજપૂતની બહેન નીતૂ સાથે બપોર બાદ કરી હતી. આ પૂછપરછ બાદ આ વાતની ચર્ચા ઉડી કે સીબીઆઇની તપાસ હવે પુરી થઇ ચૂકી છે. ત્યારબાદ સીબીઆઇએ હવે સ્પષ્ટીકરણ જાહેર કરવું પડ્યું છે.
સુબ્રમણ્યમ સ્વામીએ એમ્સના રિપોર્ટ પર ઉઠાવ્યા સવાલ
બીજી તરફ, ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) નો દાવો છે કે સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસની થઇ રહેલી તપાસ સંબંધિત એમ્સ (AIIMS)ના રિપોર્ટ વિશે સ્વાસ્થ્ય મંત્રાલયને જાણકારી આપવામાં આવી નથી. સ્વામીએ સવાલ ઉઠાવ્યા છે કે શું એમ્સની ટીમે સુશાંતની લાશ પોસ્ટમોર્ટમ કર્યું હતું અથવા ફક્ત કૂપર હોસ્પિટલના ડોક્ટરોની પોસ્ટમોર્ટમ રિપોર્ટ વડે પોતાનો અભિપ્રાય બનાવ્યો?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે