સ્ટાર સ્ક્રીન અવોર્ડ 2018 : કોણે મારી બાજી ? આખું લિસ્ટ એક ક્લિક પર

હાલમાં મુંબઈમાં સ્ટાર સ્ક્રીન અવોર્ડસનું આયોજન કરવામાં આવ્યું હતું

સ્ટાર સ્ક્રીન અવોર્ડ 2018 : કોણે મારી બાજી ? આખું લિસ્ટ એક ક્લિક પર

મુંબઈ : 2018નું વર્ષ એના અંતિમ તબક્કામાં છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ અને સિનેપ્રેમીઓ જે ફંક્શનનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ સ્ટાર સ્ક્રીન અવોર્ડ 2018 ગઈ કાલે રાત્રે મુંબઈમાં યોજવામાં આવ્યો હતો. આ ફંક્શનમાં બોલિવૂડના સ્ટાર્સે હાજરી આપીને ચાર ચાંદ લગાવી દીધા હતા. રેડ કાર્પેટ પર આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, જેકલિન ફર્નાન્ડિસ તેમજ કેટરિના કૈફ જેવા સ્ટાર્સે પોતાના ગ્લેમરસ લુકથી લોકોના દિલ જીતી લીધા હતા. 

આ ફંક્શનમાં આ હસીનાઓ સિવાય વિક્કી કૌશલ, આયુષ્યમાન ખુરાના, રાજકુમાર રાવ, સલમાન ખાન, ઇશાન ખટ્ટર, નુસરત ભરૂચા તેમજ રેખા જેવા સિતારાઓ પણ હાજર રહ્યા હતા. આ ફંક્શનમાં જે સિતારાઓ એવોર્ડ જીતવામાં સફળ રહ્યા છે એનું લિસ્ટ નીચે પ્રમાણે છે. 

વિનર લિસ્ટ 

  • બેસ્ટ એક્ટર - રણવીર સિંહ (પદ્માવત) અને રાજકુમાર રાવ (સ્ત્રી)
  • બેસ્ટ એક્ટ્રેસ - આલિયા ભટ્ટ (રાઝી)
  • બેસ્ટ રિયલ સ્ટાર ઓન સોશિયલ મીડિયા - કેટરિના કૈફ
  • બેસ્ટ એક્ટર ફીમેલ (ક્રિટિક્સ) - નીના ગુપ્તા (બધાઇ હો)
  • બેસ્ટ એક્ટર મેલ (ક્રિટિક્સ) - ગજરાજ રાવ (બધાઇ હો)
  • બેસ્ટ ફિલ્મ - સ્ત્રી
  • લાઇફટાઇમ એચિવમેન્ટ અવોર્ડ - શબાના આઝમી 
  • બેસ્ટ એક્ટ્રેસ ઇન અ સપોર્ટિંગ રોલ - સુરેખા સિકરી (બધાઇ હો)
  • બેસ્ટ ડેબ્યુ એક્ટર (મેલ) -ઇશાન ખટ્ટર (ધડક અને બિયોન્ડ ધ ક્લાઉડ્સ)
  • બેસ્ટ ડેબ્યુ એક્ટર (ફીમેલ) - રાધિકા મદાન (પટાખા)
  • બેસ્ટ એક્ટર ઇન અ સપોર્ટિંગ રોલ – પંકજ ત્રિપાઠી (સ્ત્રી)
  • બેસ્ટ ફિમેલ સિંગર - હર્ષદીપ કૌર (દિલબરો-રાઝી)
  • બેસ્ટ લિરિક્સ - ગુલઝાર (એ વતન-રાઝી)
  • બેસ્ટ મેલ પ્લેબેક સિંગર - અરિજીત સિંહ (એ વતન - રાઝી)
  • બેસ્ટ મ્યુઝિક - અમિત ત્રિવેદી (મનમર્જિયાં)
  • બેસ્ટ ફિલ્મ રાઇટિંગ - અરિજીત વિશ્વાસ અને શ્રીરામ રાઘવન (અંધાધુન)
  • બેસ્ટ એક્શન - અહમદ ખાન (બાગી 2)
  • બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) - આયુષ્યમાન ખુરાના
  • બેસ્ટ ડિરેક્ટર - શ્રીરામ રાઘવન
  • બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ) - મુલ્ક
  • બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર - અમર કૌશિક (સ્ત્રી)
  • બેસ્ટ કોરિયોગ્રાફી - પદ્માવત
  • બેસ્ટ ડાયલોગ્સ - સ્ત્રી
  • બેસ્ટ સિનેમેટોગ્રાફી - તુમ્બાડ
  • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - અમિત અને સુબ્રતો (રાઝી)
  • બેસ્ટ કોશ્ચ્યુમ - પદ્માવત
  • બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન - મધુ (અંધાધુન)

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news