હે ભગવાન આ શું થવા બેઠું છે! શું સાઉથના આ સૌથી મોટા સુપરસ્ટારને થયું છે કેન્સર?

Entertainment News: બોલીવુડની સાથો-સાથ સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ એટલી જ લોકપ્રિય બનતી જાય છે. ત્યારે રજનીકાન્ત બાદ સાઉથના સૌથી ફેમસ સ્ટાર ગણાતા ચિરંજીવી અંગે આવ્યા છે એક મોટો સમાચાર.

હે ભગવાન આ શું થવા બેઠું છે! શું સાઉથના આ સૌથી મોટા સુપરસ્ટારને થયું છે કેન્સર?

Chianjeevi Health Update: એક તરફ બોક્સ ઓફિસ પર હવે હિન્દીને બદલે સાઉથની ડબિંગ ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. ત્યાં બીજી તરફ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં હાલ આ સમાચારો વાયુવેગે વાયરલ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં એવા સમાચાર વહેતા થયા છેકે, ચિરંજીવી કેન્સર જેવી બીમારીથી પુડાઈ રહ્યો છે. જોકે, આ સમાચાર સાચા છેકે, ખોટા તે જાણવાનો અમે પ્રયાસ કર્યો.

શું સાઉથ સિનેમાના મેગા સ્ટાર કેન્સરથી પીડિત છે? બીમારીના સમાચાર પર, અભિનેતાએ પોતાનું નિવેદન જાહેર કર્યું છે અને ચાહકો માટે વિગતે સ્પષ્ટતા કરી. ઉલ્લેખનીય છેકે, ભારતમાં દુનિયાભર કરતાં વધારે ફિલ્મોનું નિર્માણ થાય છે. જેને કારણે અહીં કામ કરતા લોકોની સંખ્યા પણ વધારે છે. હવે આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા કલાકારોના ચાહકો પણ લાખો-કરોડોમાં છે. તેઓ પોતાના મનગમતા કલાકાર સ્ટાર્સની દરેક અપડેટ જાણવા માંગતા હોય છે. એટલું જ નહીં તેઓ પોતાના સુપરસ્ટારની ફેવરિટ વસ્તુઓને ફોલો પણ કરતા હોય છે. 

ચિરંજીવીને આ બીમારી હતી?
ચિરંજીવીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુકે, હું અત્યારે સ્વસ્થ છું. ચિરંજીવીએ જણાવ્યું કે તપાસ દરમિયાન બિન-કેન્સર પોલીપ્સ મળી આવ્યા હતા, જેને દૂર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ રોગ નિયમિત તબીબી તપાસમાં મળી આવ્યો હતો. તેને ખબર પડતાં જ તેણે સર્જરી દ્વારા તેમને દૂર કરાવ્યા, નહીંતર તેને કેન્સર થઈ શક્યું હોત. એટલા માટે દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ અને નિયમિત પરીક્ષણો કરાવતા રહેવું જોઈએ.

શું મેગા સ્ટાર ચિરંજીવી કેન્સરથી પીડિત છે?
શું સાઉથ સિનેમાના મેગા સ્ટાર ચિરંજીવી કેન્સરથી પીડિત છે? આ સમાચાર છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા છે. હવે અભિનેતા ચિરંજીવીની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે પોતાના કરોડો ચાહકોની ભાવનાને ધ્યાને લઈને આ સ્પષ્ટતા કરી છે કે તેઓ એકદમ સ્વસ્થ છે. તેમણે સોશ્યિલ મીડિયામાં પોસ્ટ અપલોડ કરી છેકે, તેમને કેન્સર નથી થયું, કેન્સરની બીમારી અંગેના સમાચારો ખોટા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news