ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવે 'દાદા હો દિકરી'થી ગુજરાતી ફિલ્મમાં કરશે પર્દાપણ

પોતાના શાનદાર સ્વરથી ગુજરાતી દર્શકોમાં જગ્યા બનાવનાર કિંજલ દવે ગુજરાતી ફિલ્મમાં પર્દાપણ કરવા માટે તૈયાર છે. તેની પ્રથમ ફિલ્મ દાદા હો દિકરી આગામી 9 નવેમ્બરે રિલીઝ થવાની છે.  

ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવે 'દાદા હો દિકરી'થી ગુજરાતી ફિલ્મમાં કરશે પર્દાપણ

અમદાવાદઃ ચાર ચાર બંગડી વાળી ગાડી  ગીતથી ગુજરાતી દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર પ્રખ્યાત ગુજરાતી ગાયિકા કિંજલ દવે દાદા હો દિકરી નામની ફિલ્મથી ગુજરાતી ફિલ્મોમાં પર્દાપણ કરવા માટે તૈયાર છે. મહિલા શક્તિકરણનો સંદેશ આપતી આ ફિલ્મમાં કિંજલ દવે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની સૌથી મહત્વની વાત છે કે, આ ફિલ્મમાં કોઈ નાયક નથી. ફિલ્મનું દિગ્દર્શન અઝીઝ ખાને કર્યું છે. તો જાણીતા ગાયક અને અભિનેત્રી સોનમ પરમાર આ ફિલ્મના પ્રોડ્યુસર છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદ અને ગાધીનગરમાં થયેલું છે. આ એક પારિવારિક ફિલ્મ છે. ફિલ્મમાં એક સામાજિક સંદેશો પણ છે. આ ફિલ્મમમાં મનુ રબારી પણ જોવા મળશે. 

ઘણા બધા ગીતો આપ્યા બાદ કિંજલ દવે ગુજરાતી ફિલ્મમાં પર્દાપણ કરી રહી છે. આ ફિલ્મ અંગે વાત કરતા કિંજલ દવેએ જણાવ્યું કે, આ એક મહિલા કેન્દ્રીત ફિલ્મ છે. ફિલ્મ દ્વારા મહિલાઓને એક મજબૂત સંદેશો પાઠવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો સાથે-સાથે ફિલ્મના તમામ ગીતોમાં કિંજલ દવેએ સ્વર આપ્યો છે. તો કિંજલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતી દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળશે. કિંજલ દવેએ પોતાની પ્રથમ ફિલ્મના અનુભવ વિશે વાત કરતા કહ્યું કે, હું આ ફિલ્મને લઈને ખુબ ઉત્સાહિત છું. મેં 45 ડિગ્રી તાપમાનમાં આ ફિલ્મનું શૂટિંગ કર્યું છે. 

જુઓ ફિલ્મનું ટ્રેલર

દાદા હો દિકરીને સોનમ પરમારે પ્રોડ્યુસ કરી છે. આ પહેલા તેઓ પ્રેમરંગ અને લોહીની શગાઈ નામની ફિલ્મ આપી ચુક્યા છે. તે પણ જાણીતા ગાયક અને અભિનેત્રી છે. ફિલ્મ અંગે વાત કરતા સોનમે કહ્યું કે, આ ફિલ્મ સામાજિક અને આર્થિક મુદ્દાઓને સુંદર રીતે પ્રસ્તુત કરે છે. આ ફિલ્મમાં દાદા અને પૌત્રી વચ્ચેના સંબંધોને શાનદાર રીતે દર્શાવવામાં આવ્યા છે. 

ફિલ્મ ક્યારે થશે રિલીઝ
દિવાળીની રજાઓમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર આવી રહી છે. 9 નવેમ્બરે ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થવાની છે. આ સાથે મુંબઈ અને રાજસ્થાનમાં પણ આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગ્ડમમાં પણ આ ફિલ્મ રિલીઝ થવાની છે. 

ફિલ્મની સ્ટોરી
આ એક પારિવારિક મનોરંજન કોમેડી ફિલ્મ છે. સાથે ઈમોશન પણ જોડાયેલા છે. ફિલ્મમાં મહિલા સશક્તિકરણને લઈને એક સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કોઈ હિરો નથી. મુખ્ય ભૂમિકામાં કિંજલ દવે જોવા મળશે. ફિલ્મ આર્થિક અને સામાજિક મુદ્દાઓને પ્રસ્તુત કરશે. આ સાથે દાદા અને પૌત્રી વચ્ચેના સંબંધો દર્શાવવામાં આવ્યા છે. આ એક મહિલા કેન્દ્રીત ફિલ્મ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news