સિદ્ધુ મૂસેવાલાના ગીત SYL ને યુટ્યૂબે હટાવ્યું, હત્યાના 26 દિવસ બાદ થયું હતું રિલીઝ

Sidhu Moosewala: પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનું મૃત્યુ 2022ના સૌથી શોકિંગ સમાચારમાંથી એક હતું. તેના મોતના 26 દિવસ બાદ તેનું છેલ્લું ગીત SYL રિલીઝ થયું હતું.

સિદ્ધુ મૂસેવાલાના ગીત SYL ને યુટ્યૂબે હટાવ્યું, હત્યાના 26 દિવસ બાદ થયું હતું રિલીઝ

Sidhu Moosewala: પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનું મૃત્યુ 2022ના સૌથી શોકિંગ સમાચારમાંથી એક હતું. તેના મોતના 26 દિવસ બાદ તેનું છેલ્લું ગીત SYL રિલીઝ થયું હતું. સતલજ યમુના લિંક નહેરના મુદ્દા પર સિદ્ધુએ આ ગીત લખ્યું હતું. ગીત નદીના પાણી પર પંજાબના હક અને જેલોમાં બંધ શીખ કેદીઓ પર બનેલું છે. સિદ્ધુ મૂસેવાલાએ આ ગીત લખ્યું, કમ્પોઝ કર્યું અને ગાયું પણ પોતે. જો કે આ ગીત હવે યુટ્યૂબે પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધુ છે. 

SYL નો અર્થ છે સતલજ યમુના લિંક નહેર. એસવાયએલ નહેરના નામથી પણ ઓળખાય છે. 214 કિલોમીટર લાંબી સતલજ યમુના લિંક નહેર છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ સમયથી પંજાબ અને હરિયાણા વચ્ચે વિવાદનો વિષય રહી છે. આ ગીત મ્યૂઝિક પ્રોડ્યૂસર MXRCI એ શુક્રવારે એટલે કે 23 જૂનના રોજ યુટ્યૂબ પર રિલીઝ કર્યું હતું. વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર આ ગીતને 27 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યું હતું અને તેને 33 લાખ લાઈક્સ મળ્યા હતા. 

સિદ્ધુ મૂસેવાલા યુટ્યૂબ ચેનલ પર રિલીઝ ગીતની લિંક પર હવે વીડિયો જોવા મળી રહ્યો નથી. તેની જગ્યાએ એક મેસેજ જોવા મળે છે. જેમાં લખ્યું છે કે સરકારની કાનૂની ફરિયાદના કારણે આ કન્ટેન્ટ આ દેશના ડોમિન પર ઉપલબ્ધ નથી. તેનો અર્થ એ થયો કે અન્ય દેશોમાં યુટ્યૂબ યૂઝર્સ તે વીડિયો જોઈ શકે છે. સિદ્ધુના ફેન્સ આ સમાચારથી ખુબ નારાઝ છે. 

અત્રે જણાવવાનું કે આ ગીત સિદ્ધુ મૂસેવાલાના જીવનનું છેલ્લું ગીત હતું. જ્યારે તે રિલીઝ થયું તો ફેન્સ ખુબ ઈમોશનલ થઈ ગયા હતા. તેમનું કહેવું હતું કે લેજેન્ડ ક્યારેય મરતા નથી. રિલીઝ બાદ ઘણા સમય સુધી આ ગીત યુટ્યૂબ પર નંબર વન પર ટ્રેન્ડ કરતું હતું. ગણતરીની પળોમાં તેના વ્યૂઝ પણ મિલિયનમાં પહોંચી ગયા હતા. 

ગીતમાં સિદ્ધુએ પંજાબ અને હરિયાણા વચ્ચે ચાલી રહેલા એસવાયએલ મુદ્દાને દર્શાવ્યો હતો. આ ઉપરાંત ગીતમાં કૃષિ કાયદા અંગે શરૂ થયેલા ખેડૂત આંદોલન અને લાલ કિલ્લાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news