BOX OFFICE પર છવાઈ Shubh Mangal Zyada Saavdhan, કરોડોની જબરદસ્ત ઓપનિંગ
બોલિવૂડ સુપરસ્ટાર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) પોતાની અલગ જ પ્રકારની એક્ટિંગ સ્ટાઇલ માટે જાણીતો છે. તેની લેટેસ્ટ ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા સાવધાન (Shubh Mangal Zyada Saavdhan) રિલીઝ થઈ ગઈ છે.
Trending Photos
નવી દિલ્હી : બોલિવૂડ સુપરસ્ટાર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) પોતાની અલગ જ પ્રકારની એક્ટિંગ સ્ટાઇલ માટે જાણીતો છે. તેની લેટેસ્ટ ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા સાવધાન (Shubh Mangal Zyada Saavdhan) રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગ સાથે શરૂઆત કરી છે.
આ ફિલ્મના પહેલા દિવસના કલેક્શનના આંકડા પરથી જાહેર થાય છે કે લોકોને આ ગે લવ સ્ટોરી બહુ પસંદ પડી રહી છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાની વેબસાઇટ પ્રમાણે શુભ મંગલ સાવધાન (Shubh Mangal Zyada Saavdhan)' પહેલા દિવસે 9.25થી 9.50 કરોડ રૂપિયાની કમાણી કરીને ધાંસુ ઓપનિંગ કરવામાં સફળ સાબિત થઈ છે.
ફિલ્મની વાર્તાની શરૂઆતમાં જ સ્પષ્ટ થાય છે કે, કાર્તિક (આયુષ્માન ખુરાના) ગે છે. તે અમન ત્રિપાઠી (જિતેન્દ્ર કુમાર)ને પ્રેમ કરે છે. તેમનો અસલી સંઘર્ષ ત્યારે શરૂ થાય છે જ્યારે અમનની કઝિનના લગ્ન દરમિયાન તેના (અમન) પિતા શંકર ત્રિપાઠી (ગજરાજ રાવ) બંનેને ટ્રેનમાં કિસ કરતાં જોઈ જાય છે. અમનના પિતા દીકરાની સમલૈંગિકતાને સમજી નથી શકતા અને લગ્ન દરમિયાન જ અમન અને કાર્તિકના સંબંધની હકીકત લોકો સમક્ષ આવી જાય છે. ત્યારબાદ બંનેના પ્રેમ પ્રકરણમાં અનેક અડચણો ઊભી કરવાની કોશિશ કરવામાં આવે છે.
ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના અને જિતેન્દ્ર કુમાર સાથે ગજરાજ રાવ, નીના ગુપ્તા તેમજ શિખા તલસાણિયા મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર હિતેશ કેવલ્યા અને નિર્માતા ભુષણ કુમાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે