જુઓ, 'હુડ-હુડ દબંગ'ની શૂટિંગનો વીડિઓ, MPના ઘાટ પર મસ્તી કરતો જોવા મળ્યો સલમાન

ફિલ્મ દબંગ 3  (Dabangg 3)'ને લઈને લોકોનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે ફિલ્મના ટાઇટલ સોંગ 'દબંગ-દગંબ'ના મેકિંગનો વીડિઓ ધૂમ મચાવી રહ્યો છે. 

 જુઓ, 'હુડ-હુડ દબંગ'ની શૂટિંગનો વીડિઓ, MPના ઘાટ પર મસ્તી કરતો જોવા મળ્યો સલમાન

નવી દિલ્હીઃ સલમાન ખાનની (salman khan) અપકમિંગ ફિલ્મ દબંગ 3 (dabangg 3) આ વર્ષે બોલીવુડની મચ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મનું ટ્રેલર અને તેના ગીત આ ફ્રેન્ચાઇઝી અને સલમાનના ફેન્સ વચ્ચે પહેલેથી છવાયેલા છે. ફિલ્મના મેકર્સે હુડ-હુડ દબંગ (hud hud dabangg) ગીતના બિહાઇન્ડ સીનનો વીડિયો શેર કર્યો છે. 

આ ગીતનું શૂટિંગ મધ્યપ્રદેશના મહેશ્વર ઘાટ પર થયું છે, તેમાં દેખાડવામાં આવ્યું કે, આ જગ્યાને કઈ રીતે ગીત માટે શણગારવામાં આવી છે. સલમાનની સાથે પૂરી ટીમ અહીં મસ્તી કરતી જોવા મળી રહી છે. 

ફિલ્મ દબંગ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. સલમાન સિવાય તેમાં સોનાક્ષી સિન્હા અને સાઉથ સુપરસ્ટાર સુદીપ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મથી મહેશ માંજરેકરની પુત્રી સઈ માંજરેકર પણ બોલીવુડમાં પર્દાપણ કરી રહી છે. 

દબંગ 3ને પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી છે. આ 20 ડિસેમ્બર 2029ના રિલીઝ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news