હાય, હાય! કંગના સાથેની KISSના મામલે આ શું બોલી ગયો શાહિદ...
વર્ષ 2017માં આવેલી ફિલ્મ રંગૂનમાં શાહિદ અને કંગનાએ પહેલી વખત સ્ક્રીન શેર કરી હતી. બોક્સ ઓફિસ પર તો આ ફિલ્મ હીટ ન ગઈ પરંતુ એનો કંગના અને શાહિદનો કિસિંગ સિન વધારે પડતો ચર્ચામાં આવ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી : બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ કબીર સિંહનું પ્રમોશન કરી રહ્યો છે. આ ફિલ્મ લોકપ્રિય તેલુગુ હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક છે. આ ફિલ્મમાં શાહિદ સાથે કિયારા અડવાણી પણ છે. ભુષણ કુમાર, મુરાદ ખેતાની, કૃષ્ણ કુમાર અને અશ્વિન વર્દે દ્વારા નિર્મિત આ ફિલ્મ 21 જૂને રિલીઝ થવાની છે. આ રીમેકને સંદીપ વંગાએ લખી છે અને ડિરેક્ટ કરી છે. આ પ્રમોશન વખતે શાહિદે તેની પોતાની જ ફિલ્મ રંગુનના સીન વિશે ચોંકાવનારું નિવેદન કર્યું છે.
વર્ષ 2017માં આવેલી ફિલ્મ રંગૂનમાં શાહિદ અને કંગનાએ પહેલી વખત સ્ક્રીન શેર કરી હતી. બોક્સ ઓફિસ પર તો આ ફિલ્મ હીટ ન ગઈ પરંતુ એનો કંગના અને શાહિદનો કિસિંગ સિન વધારે પડતો ચર્ચામાં આવ્યો હતો. આ સીનમાં બંન્ને કાદવથી લથપથ જોવા મળ્યા હતા. હાલમાં જ નેહા ધૂપિયા સાથે વાતચીત કરતા શાહિદ કપૂરે રંગૂનની આ કિસ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ વિચાર્યા વગર પુછેલો સવાલ છે. કહું તો કે કેટલીક રેન્ડમ મેમરી…કંઈ યાદ નથી આવી રહ્યું. બધું ભુસાઈ ગયું છે. એ સીન કાદવમાં હતો તો એ keechad-y હતું.
હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કંગનાએ ‘રંગૂન’ના શૂટિંગ વખતે તેની સાથે થયેલી સૌથી મોટી ટ્રેજેડી ગણાવી. તેણે શાહિદ સાથે કિસિંગ સીન વિશે જણાવ્યું કે, ‘એક તો શાહિદની મૂંછો ઓલરેડી એટલી ભયાનક હતી કે, તેને જોઈને મને તેને કિસ કરવાની ઈચ્છા જ નહોતી નથી. મારી ટ્રેજેડી અહીં જ ખતમ ન થઈ, મેં જ્યારે તેને તેની મૂંછો વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, તે તેના પર વેક્સ લગાવે છે અને સાથે જ તેનું નાક પણ ટપકતું હતુ, જે મૂંછોમાં ભરાઈ જતું હતું. આ બધું હોવા છતાં મેં તેની સાથે તે સીન કર્યો.’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે