બ્રેકિંગ : શાહરૂખે વાતવાતમાં ખોલ્યું સિક્રેટ આમિરની આગામી ફિલ્મનું, છેડાઈ શકે છે વિવાદનો મધપુડો

આમિરની છેલ્લી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ને ખાસ સફળતા નથી મળી

બ્રેકિંગ : શાહરૂખે વાતવાતમાં ખોલ્યું સિક્રેટ આમિરની આગામી ફિલ્મનું, છેડાઈ શકે છે વિવાદનો મધપુડો

મુંબઈ : આ વર્ષે રિલીઝ થયેલી આમિર ખાનની 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ને ભલે દર્શકોએ ખાસ પસંદ ન કરી હોય પણ આમ છતાં આ નિષ્ફળતાને પાછળ છોડીને આમિરે પોતાની આગામી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. આમિર હવે 'મહાભારત'ના પોતાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે અને આ વાતનો ખુલાસો કર્યો છે ખાસ મિત્ર શાહરૂખ ખાને. હાલમાં શાહરૂખને DNA દ્વારા લેવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં પુછવામાં આવ્યું કે તે ભવિષ્યમાં ક્યો રોલ ભજવવા માગશે. આ સમયે તેમને મહાભારતના કૃષ્ણનો વિકલ્પ આપવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે આમિર ખાને તો પહેલાંથી જ મહાભારતનો કૃષ્ણનો રોલ પસંદ કરી લીધો છે તો હવે હું એ કઈ રીતે કરી શકું?

આ ફિલ્મ 1000 કરોડ રૂ.ના બિગ બજેટમાંથી બનાવવામાં આવી રહી છે. હાલમાં આ ફિલ્મ માટે કાસ્ટિંગ ચાલી રહ્યું છે. થોડા સમય પહેલાં ચર્ચા હતી કે આ ફિલ્મમાં દ્રોપદીના રોલ માટે દીપિકા ફાઇનલ કરવામાં આવી હતી. જોકે હવે લેટેસ્ટ સમાચાર પ્રમાણે દીપિકાએ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ની નિષ્ફળતાને પગલે હવે 'મહાભારત'માં કામ કરવની ના પાડી દીધી છે. હકીકતમાં આમિરને લાગતું હતું કે દ્રોપદીનો રોલ દીપિકા સિવાય કોઈ ભજવી નહીં શકે અને એટલે જ તેણે આ રોલ દીપિકાને ઓફર કર્યો હતો.  મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ સાત ભાગોમાં બનાવવામાં આવશે અથવા તો એની વેબ સિરિઝ બનાવવાનો નિર્ણય લેવામાં આવશે. 

જોકે મહાભારતમાં કૃષ્ણનો રોલ ભજવવાના આમિરના નિર્ણયને લીધે મોટો વિવાદ ઉભો થઈ શકે છે. આ પહેલાં જ્યારે આ સમાચાર લિક થયા હતા ત્યારે મુસ્લિમ એક્ટર દ્વારા હિંદુ ભગવાનનો રોલ કરવાના મુદ્દે વિવાદ ઉભો થયો હતો અને આમિરને ટ્રોલ કરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં પણ ભારતમાં વસતાં ફ્રેન્ચ મૂળના રાજકીય વિશ્લેષક ફ્રાંકોઈસ ગોતિયરે કૃષ્ણની ભૂમિકામાં આમિરની પસંદ સામે વાંધો ઊઠાવ્યો અને પોતાના ટ્વિટમાં ભાજપ, મોદી સહિતના જમણેરી પરિબળોનેય ટેગ કરી દીધાં. એ સાથે ભેંશ ભાગોળે, છાશ છાગોળે અને સોશિયલ મીડિયા પર ધમાધમ શરૂ થઈ ગઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news