સામે આવી 'લાલ સિંહ ચડ્ઢા'ની શૂટિંગની તસવીરો, વાયરલ થયો આમિર અને કરીનાનો First Look

લાંબા સમયથી બોલીવુડના મિસ્ટ પરફેક્સનિસ્ટ આમિર ખાન  (Aamir Khan) પોતાની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા (Lal Singh Chaddha)' ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મનું શૂટિંગને લઇને પણ આમિર ખાન ખૂબ વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે બોલીવુડની જાણિતી અભિનેત્રી કરીના કપૂર (Kareena kapoor) જોવા મળશે.

સામે આવી 'લાલ સિંહ ચડ્ઢા'ની શૂટિંગની તસવીરો, વાયરલ થયો આમિર અને કરીનાનો First Look

નવી દિલ્હી: લાંબા સમયથી બોલીવુડના મિસ્ટ પરફેક્સનિસ્ટ આમિર ખાન  (Aamir Khan) પોતાની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા (Lal Singh Chaddha)' ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મનું શૂટિંગને લઇને પણ આમિર ખાન ખૂબ વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે બોલીવુડની જાણિતી અભિનેત્રી કરીના કપૂર (Kareena kapoor) જોવા મળશે. તમને જણાવી દઇએ કે આ જોડી પહેલાં પણ ફિલ્મ 'થ્રી ઇડિયટ' અને 'તલાશ'માં જોવા મળી ચૂક્યા છે અને બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરવામાં સફળ રહ્યો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે દર્શકોને આ જોડી પસંદ છે.

A post shared by Aamir Khan / Turkey Fan / (@_perfectionistman) on

હાલમાં સોશિયલ મીડિયા પર આ ફિલ્મની શૂટિંગના કેટલાક ફોટા જોરદાર વાયરલ થઇ રહ્યા છે. જોકે આ વાયરલ ફોટા દ્વારા આમીર ખાન અને કરીના કપૂરનો 'લાલ સિંહ ચડ્ઢા (Lal Singh Chaddha)' નો લુક સામે આવ્યો છે. એક તરફ આમિર ખાન બિલકુલ એક સરદારના ગેટઅપમાં જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ કપૂર સલવાર સૂટમાં જોવા મળી રહી છે.

A post shared by Biggest Fan Club Of Aamir Khan (@aamirplanet) on

તમને જણાવી દઇએ કે આમિર ખાનની આ આગામી ફિલ્મ બોલીવુડ સ્ટાર ટોમ હેક્સની ફિલ્મ 'ફોરેસ્ટ ગેંપ'ની હિંદી રિમેક છે. આ ફિલ્મ ઓસ્કર એવોર્ડ જીતનાર ખૂબ ચર્ચિત ફિલ્મ છે. એટલા માટે પણ આ ફિલ્મ માટે જોરદાર મહેનત કરનાર છે. આ ફિલ્મ આગામી વર્ષે એટલે કે 2020માં ક્રિસમસના અવસર પર રિલીઝ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news