ખૂબસુરત બનવાના ચક્કરમાં સારા ખાને ચહેરાની લગાવી દીધી વાટ,  પહેલી નજરે ઓળખી પણ નહીં શકો

ટીવીની સ્ટાર એક્ટ્રેસ સારા ખાનનો લુક હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે

ખૂબસુરત બનવાના ચક્કરમાં સારા ખાને ચહેરાની લગાવી દીધી વાટ,  પહેલી નજરે ઓળખી પણ નહીં શકો

મુંબઈ : ટીવી સ્ટાર એક્ટ્રેસ સારા ખાન હાલમાં પોતાના બદલાયેલા લુકને કારણે ચર્ચામાં છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક લેટેસ્ટ તસવીર શેયર કરી છે. આ તસવીરોમાં તેનો ચહેરો સાવ બદલાયેલો દેખાઈ રહ્યો છે. ખૂબસુરત બનવાના ચક્કરમાં સારાએ પોતાનો આખો ચહેરો બગાડી નાખ્યો છે. સારાએ લિપ સર્જરી કરાવી છે અને એના કારણે તેનો આખો ચહેરો બગડી ગયો છે. 

A post shared by sara Khan (@ssarakhan) on

હકીકતમાં સારા ખાન બહુ જલ્દી સિરીયલ બિદાઈથી નાના પડદા પર કમબેક કરી રહી છે. તે પોતાના નવા લુકથી ચાહકોને સરપ્રાઇઝ આપવા માગતી હતી પણ આખો મામલો ઉલ્ટો થઈ ગયો છે. નોંધનીય છે કે સારા પોતાની વિચિત્ર હરકતોને કારણે હંમેશા ટ્રોલ થાય છે. થોડા સમય પહેલાં એ સેમી ન્યૂડ થઈ ગઈ હતી અને આ પછી તે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોના ટાર્ગેટ પર આવી ગઈ હતી. 

સારા સિરિયલ 'સપના બાબુલ કા...બિદાઈ'માં સાધનાનો રોલ કરીને ભારે લોકપ્રિય થઈ હતી. તેણે 2007માં મિસ ભોપાલનું ટાઇટલ જીત્યું હતું. આ પછી તેણે પાકિસ્તાની ડ્રામા 'તુજસે હી રાબતા'માં પણ કામ કર્યું છે. સારાએ 2010માં રિયાલિટી શો 'Bigg Boss 4'માં ભાગ લીધો હતો અને શોમાં તેના લગ્ન ચર્ચાસ્પદ બન્યા હતા. સારાએ ટીવી એક્ટર અલી મર્ચન્ટ સાથે લગ્ન કર્યા પણ બે મહિના પછી જ 2011માં ડિવોર્સ લઈ લીધા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news