સારા અલી ખાને ફિલ્મ ગૈસલાઇટમાં તોડ્યો અક્ષય કુમારનો રેકોર્ડ, 31 માર્ચે ઘર બેઠાં માણી શકશો આ ફિલ્મ

Sara Ali Khan film Gaslight Trailer: સારા અલી ખાન, ચિત્રાંગદાસ સિંગ અને વિક્રાંત મેસીની ફિલ્મ ગૈસલાઇટનું ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલરની લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સારા અલી ખાનની આગામી ફિલ્મ ગૈસલાઇટનું ગુજરાત સાથે પણ કનેક્શન છે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતના વાંકાનેરના પેલેસમાં થયું છે. 

સારા અલી ખાને ફિલ્મ ગૈસલાઇટમાં તોડ્યો અક્ષય કુમારનો રેકોર્ડ, 31 માર્ચે ઘર બેઠાં માણી શકશો આ ફિલ્મ

Sara Ali Khan film Gaslight Trailer: તાજેતરમાં જ સારા અલી ખાન, ચિત્રાંગદાસ સિંગ અને વિક્રાંત મેસીની ફિલ્મ ગૈસલાઇટનું ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલરની લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સારા અલી ખાનની આ ફિલ્મ થ્રીલર મુવી છે. સારા અલી ખાને આ ફિલ્મમાં અક્ષય કુમારનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ફિલ્મ 36 દિવસમાં જ શૂટ કરી લેવામાં આવી હતી. ટ્રેલર લોન્ચ સમયે ફિલ્મના ડિરેક્ટર પવન કૃપલાનીએ આ વાતનો ખુલાસો કર્યો હતો. આ પહેલા બોલીવુડમાં માત્ર અક્ષય કુમાર એક જ હતો જે પોતાની ફિલ્મનું શૂટિંગ 40 દિવસમાં પૂરું કરતો પરંતુ સારા અલી ખાને 36 દિવસમાં જ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી દીધું. 

આ પણ વાંચો:

સારા અલી ખાનની આગામી ફિલ્મ ગૈસલાઇટનું ગુજરાત સાથે પણ કનેક્શન છે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતના વાંકાનેરના પેલેસમાં થયું છે. ટ્રેલર લોન્ચ સમયે ડિરેક્ટર એ ફિલ્મની કાસ્ટનો અને ટીમનો પણ આભાર માન્યો હતો અને વખાણ કર્યા હતા. 

 

ફિલ્મ ગૈસલાઇટમાં સારા અલી ખાન, વિક્રાંત મેસી અને ચિત્રાંગતા એક સાથે જોવા મળશે. મહત્વનું છે કે ગૈસલાઇટ પહેલા પવન કૃપલાનીએ ભૂત પુલીસ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી. જેમાં સેફ અલી ખાન, અર્જુન કપૂર, જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં હતા. તેણે વર્ષ 2011માં આવેલી ફિલ્મ રાગીની એમએમએસ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. હવે તેની આગામી ફિલ્મ ગૈસલાઇટ છે જે 31 માર્ચે ઓટીપી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news