સલમાનને પછાડીને 'સંજૂ' બન્યો બોક્સ ઓફિસનો નવો કિંગ, પહેલા દિવસની કમાણીએ રેકોર્ડ તોડ્યા

બોલિવૂડમાં ફેસ્ટિવલ સમયે ફિલ્મ રિલીઝ કરાવવા માટે મારામારી અને કાપાકાપી જોવા મળતી હોય છે. દરેક કોઈને કોઈ રજા સમયે પોતાની ફિલ્મ રિલીઝ કરાવવા ઈચ્છતુ હોય છે. જેથી કરીને સીધો ફાયદો બોક્સ ઓફિસ કલેક્શન પર જોવા મળે.

સલમાનને પછાડીને 'સંજૂ' બન્યો બોક્સ ઓફિસનો નવો કિંગ, પહેલા દિવસની કમાણીએ રેકોર્ડ તોડ્યા

નવી દિલ્હી: બોલિવૂડમાં ફેસ્ટિવલ સમયે ફિલ્મ રિલીઝ કરાવવા માટે મારામારી અને કાપાકાપી જોવા મળતી હોય છે. દરેક કોઈને કોઈ રજા સમયે પોતાની ફિલ્મ રિલીઝ કરાવવા ઈચ્છતુ હોય છે. જેથી કરીને સીધો ફાયદો બોક્સ ઓફિસ કલેક્શન પર જોવા મળે. પરંતુ કોઈ પણ ખાસ રજા કે ફિસ્ટિવ સિઝન વગર રિલીઝ થએલી દિગ્દર્શક રાજકુમાર હિરાનીની  ફિલ્મ સંજૂએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી દીધી છે. સલમાન ખાનની રેસ-3 અને ટાઈગર શ્રોફની એક્શન મસાલા ફિલ્મ બાગી 2ને પણ પછાડીને વર્ષની સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. 'સંજૂ'એ પહેલા દિવસે 34 કરોડની જંગી કમાણી કરી લીધી છે.

— taran adarsh (@taran_adarsh) June 30, 2018

આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકામાં રણબીર કપૂરે જબરદસ્ત અભિનય કરી બતાવ્યો છે. તેના ચારેબાજુ ખુબ વખાણ થઈ રહ્યાં છે. આવામાં 'સંજૂ'એ રણબીરને સૌથી મોટી ગિફ્ટ આપી છે. આ ફિલ્મ રણબીર કપૂરની પણ અત્યાર સુધીમાં સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. રણબીર કપૂરને લાંબા સમયથી એક હિટ ફિલ્મનો ઈન્તેજાર હતો જે લાગે છે કે સંજૂ પર આ તલાશ ખતમ થઈ છે. આ અગાઉ રણબીરની ફિલ્મ 'બેશરમ'ને 21.56 કરોડની ઓપનિંગ મળી હતી. જ્યારે 'યે જવાની હૈ દિવાની' ફિલ્મે પહેલા દિવસે 19.45 કરોડની કમાણી કરી હતી.

— taran adarsh (@taran_adarsh) June 30, 2018

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યાં મુજબ પહેલા દિવસે ભારતમાં આ ફિલ્મે 34.75 કરોડની કમાણી કરી છે અને એવી આશા કરવામાં આવી રહી છે કે આ ફિલ્મ વીકેન્ડમાં જ 100 કરોડને પાર કરી નાખશે. સલમાન ખાનની ફિલ્મ રેસ 3એ પહેલા દિવસે 29.17 કરોડની કમાણી કરી હતી. જ્યારે બાગી 2એ પહેલા દિવસે 25.10 કરોડની કમાણી કરી હતી. લિસ્ટમાં હવે ચોથા નંબરે રણવીર સિંહ, દીપિકા પાદૂકોણ અને શાહીદ કપૂરની ફિલ્મ પદ્માવત (19  કરોડ), પાંચમા નંબરે વીરે દી વેડિંગ (10.70 કરોડ) છે.

અત્રે જણાવવાનું કે સંજૂનું દિગ્દર્શન રાજકુમાર હિરાનીએ કર્યું છે અને આ સાથે જ તેમણે સાબિત કરી દીધુ છે કે તેઓ બોલિવૂડના સૌથી સફળ દિગ્દર્શક છે. ફિલ્મની વાર્તા સંજય દત્તના જીવન પર આધારિત છે. તેના સ્ટાર બનવાથી લઈને જેલમાં જવા અને જિંદગીના લગભગ દરેક ઉતાર ચઢાવને દર્શાવે છે. સંજય કપૂર એક શાનદાર એક્ટર છે અને તેણે આ ફિલ્મથી તે સાબિત કર્યુ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news