Confirm: સંજય કપૂરે કરાવ્યો મલાઈકા અરોરાનો પરિવારમાં પ્રવેશ, પ્રશંસકો ખુશ

કપૂર પરિવારમાં યોજાયેલી નવા વર્ષની પાર્ટીમાં અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા સાથે જોવા મળ્યા હતા 

Confirm: સંજય કપૂરે કરાવ્યો મલાઈકા અરોરાનો પરિવારમાં પ્રવેશ, પ્રશંસકો ખુશ

નવી દિલ્હીઃ વર્ષ 2018માં બોલિવૂડમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેના સંબંધો સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. ગયા વર્ષે એવા પણ સમાચાર આવ્યા હતા જેણે આ બંનેના સંબંધોના રહસ્યો ઉઘાડા પાડ્યા હતા, તેમ છતાં બંનેમાંથી એક પણ વ્યક્તિએ તેમના આ સંબંધનો આધિકારિક રીતે જાહેરમાં ક્યારેય સ્વીકાર કર્યો નથી. હવે, નવા વર્ષની શરૂઆત સાથે જ આ કપલ ફીથી ચર્ચામાં છવાઈ ગયું છે. 

કપૂર પરિવારમાં થયેલી નવા વર્ષની પાર્ટીમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા સાથે જોવા મળ્યા છે. આ પાર્ટીનો ફોટો શેર કરતા સંજય કપૂરે કેપ્શનમાં લખ્યું છે કે, 'ફેમિલી'.

A post shared by Sanjay Kapoor (@sanjaykapoor2500) on

સંજય કપૂરના ઘરે આયોજિત ન્યુ યર પાર્ટીમાં અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા ઉપરાંત બોલિવૂડનો પ્રખ્યાત દિગ્દર્શક કરણ જોહર પણ પહોંચ્યો હતો. સંજય કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પાર્ટીનો ફોટો શેર કર્યો છે. આ ફોટા અંગે પ્રશંશકો અર્જૂન અને મલાઈકા અંગે સારી કોમેન્ટ્સ કરી રહ્યા છે. 

એક યુઝરે ફોટો પર કોમેન્ટ કરતા લખ્યું છે કે, મલાઈકા એક મેચ્યોર લેડી છે અને તે અર્જુનની બહેનોનું સારું ધ્યાન રાખી શકે છે. અર્જુનની ચોઈસ શાનદાર છે. 

Arjun Kapoor and Malaika Arora

અન્ય યુઝરે લખ્યું છે કે, અર્જુન કપૂરે તેની બીજી માતાને ક્યારેય પસંદ કરી નથી, પરંતુ હવે તે ખુજ જ્યારે મલાઈકા અરોરા સાથે જે સંબંધ સ્થાપી રહ્યો છે, તેનાથી શું સાબિત કરવા માગે છે? 

પ્રશંસકો તો ગમે તે લખી શકે છે, પરંતુ રિતેશ સાધવાનીની ક્રિસમસ પાર્ટીમાં પણ આ બંને પરિવારની સાથે જોવા મળ્યા હતા. એટલું જ નહીં આ બંને લવ બર્ડ્સ અગાઉ પણ અનેક વખતે એક સાથે દેખાઈ ચૂક્યા છે. પ્રાપ્ત સમાચાર મુજબ અર્જુન અને મલાઈકા અરોરા નવા વર્ષમાં લગ્ન કરી શકે છે. એક સમાચાર તો એવા પણ છે કે, બંનેએ મુંબઈમાં એક એપાર્ટમેન્ટ પણ ખરીદી લીધું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news