સલમાન ખાનનો વીડિયો વાયરલ કહ્યું, "જાન કહીને જીંદગી બરબાદ કરે અને બીજાને જાન બનાવે..."

Salman Khan video: કપિલના શો પર પ્રમોશન કરવા માટે પહોંચેલા સલમાન ખાને પોતાના દબંગ અંદાજમાં ઘણી બધી વાતો કરી હતી. પરંતુ સલમાન ખાનની એક વાત ચર્ચાનો વિષય બની છે. આ શો દરમિયાન તેણે પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરી હતી. આ સમયે તેણે જે વાત કહી દીધી તેને સાંભળીને લોકો પણ શોક થઈ ગયા.

સલમાન ખાનનો વીડિયો વાયરલ કહ્યું, "જાન કહીને જીંદગી બરબાદ કરે અને બીજાને જાન બનાવે..."

Salman Khan video: સલમાન ખાન હાલ તેની નવી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મની ટીમ સાથે સલમાન ખાન કપિલ શર્મા શોમાં પહોંચ્યા હતા. કપિલના શો પર પ્રમોશન કરવા માટે પહોંચેલા સલમાન ખાને પોતાના દબંગ અંદાજમાં ઘણી બધી વાતો કરી હતી. પરંતુ સલમાન ખાનની એક વાત ચર્ચાનો વિષય બની છે. આ શો દરમિયાન તેણે પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરી હતી. આ સમયે તેણે જે વાત કહી દીધી તેને સાંભળીને લોકો પણ શોક થઈ ગયા.

આ પણ વાંચો:

ધ કપિલ શર્મા શોનો એક પ્રોમો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કપિલ શર્મા સલમાન ખાનને પૂછે છે કે તેણે જાન કહેવાનો અધિકાર કોને આપ્યો છે. ? આ વાતનો જવાબમાં સલમાન ખાન પોતાની સ્ટાઇલમાં ખૂબ મોટી વાત કરી દે છે. સલમાન ખાન કહે છે કે તેણે આ હક કોઈને આપ્યો નથી. કારણ કે જાન કહીને વાત શરૂ થાય છે અને જ્યારે યુવતી ને ખબર પડે છે કે આ ફસાઈ ગયો ત્યારે બધું બદલી જાય છે. વાત આઇ લવ યુ થી શરૂ થાય છે અને યુવતી જાન કહીને જીવન બરબાદ કરી દે છે અને પછી અન્ય કોઈને જાન બનાવી લે છે. પછી તેનું પણ જીવન બરબાદ. આ વાતચીત તેને હસતા હસતા કહી દીધી અને હવે સોશિયલ મીડિયા પર આ સમગ્ર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

 

સલમાન ખાને આ વીડિયોમાં એવું પણ કહ્યું છે કે જાન એક મોટો અને અધૂરો શબ્દ છે... તેનું સ્ટેટસ કદાચ એવું હશે કે જાન લઈ લઈશ તારી, પછી બીજા કોઈને જાન બનાવી અને તેની પણ જાન લઈ લઈશ.  સોશિયલ મીડિયા પર સલમાન ખાનના ફેન્સ કહી રહ્યા છે કે આ વીડિયોમાં ભાઈજાને તેની એક્સ ગર્લફ્રેન્ડસ પર નિશાન સાધ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news